Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ શ્રી ડીકે શિવકુમારજીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ડીકે શિવકુમારજીને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર લોકોના કલ્યાણ માટે કર્ણાટક સરકાર સાથે મળીને નજીકથી કામ કરશે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ડીકે શિવકુમારજીને ખૂબ-ખૂબ અભિનંદન. તેમના કાર્યકાળ માટે અઢળક શુભેચ્છાઓ. કેન્દ્ર સરકાર લોકોના કલ્યાણ માટે કર્ણાટક સરકાર સાથે મળીને નજીકથી કામ કરશે.

@DKShivakumar”

SM/IJ/JD