Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ શ્રી શૈલેષ કુમાર સિંહનો એક લેખ શેર કર્યો જેમાં લખપતિ દીદી પહેલ કેવી રીતે ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવી રહી છે તે દર્શાવવામાં આવ્યું છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ શ્રી શૈલેષ કુમાર સિંહ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં ‘લખપતિ દીદી’ પહેલ દ્વારા ગ્રામીણ મહિલાઓ સ્વસહાય જૂથોમાંથી સફળ ઉદ્યોગસાહસિકો બની રહી છે અને ટકાઉ આવક સાથે આર્થિક આત્મનિર્ભરતા હાંસલ કરી રહી છે તે દર્શાવવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે કેવી રીતે કૌશલ્ય વિકાસ, નાણાકીય સહાય, બજાર સુધી પહોંચ અને સામુદાયિક સંસ્થાઓના સહયોગથી મહિલાઓ પોતાનાં વ્યવસાયો સ્થાપી રહી છે, આર્થિક નિર્ણયો લેવામાં સક્ષમ બની રહી છે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પર પોસ્ટ કર્યું:

“સ્વ-સહાય જૂથોથી લઈને સફળ ઉદ્યોગસાહસિકો સુધી, ગ્રામીણ મહિલાઓ સશક્તિકરણની એક નવી ગાથા લખી રહી છે!

પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ શ્રી શૈલેષ કુમાર સિંહ લખે છે કે કેવી રીતે લખપતિ દીદી પહેલ ગ્રામીણ મહિલાઓને ટકાઉ આવક અને વધુ આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધવામાં મદદ કરી રહી છે.

તેઓ પ્રકાશ પાડે છે કે કેવી રીતે કૌશલ્યો, નાણાંની સુલભતા, બજારો અને સામુદાયિક સંસ્થાઓ મહિલાઓને ઉદ્યોગો સ્થાપવા, આર્થિક નિર્ણયો લેવા અને પોતાનું ભવિષ્ય જાતે ઘડવા માટે સક્ષમ બનાવી રહી છે.

hindustantimes.com/opinion/rural-…”

SM/DK/JD