Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હંમેશા શ્રેષ્ઠ અને સકારાત્મક કાર્યો કરવાના મહત્વને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં ઉજાગર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, અને તેથી, વ્યક્તિએ હંમેશા શ્રેષ્ઠ અને સકારાત્મક કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું;

“न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।

कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः॥“

આ સૃષ્ટિમાં કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રકૃતિના સહજ ગુણો અને પોતાના સ્વભાવથી વિવશ થઈને દરેક વ્યક્તિ સતત કર્મ કરવા માટે પ્રેરાય છે; તેથી, આપણે હંમેશા શ્રેષ્ઠ અને સકારાત્મક કાર્યો કરીને જ આપણું જીવન વ્યતીત કરવું જોઈએ.

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]