Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ઐતિહાસિક વૃક્ષારોપણના સીમાચિહ્ન બદલ પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લોકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લોકોને એક શાનદાર સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે જે દરેક દેશવાસી માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડાયેલી આ અદ્ભુત સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે આજના લોકો પર્યાવરણ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

શ્રી મોદીએ પોતાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા ઉમદા પ્રયાસો માત્ર ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે હરિયાળું ભવિષ્ય સાકાર કરવામાં ખૂબ આગળ વધશે અને અત્યંત ફાયદાકારક સાબિત થશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દેશના દરેક નાગરિકને પ્રેરણા આપનારી આ નોંધપાત્ર સિદ્ધિ માટે ઉત્તર પ્રદેશમાં મારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન! ‘એક પેડ મા કે નામ’ અભિયાનની આ અદ્ભુત સફળતા દર્શાવે છે કે આજે લોકો પર્યાવરણ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મને વિશ્વાસ છે કે આવી પહેલ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે હરિયાળા ભવિષ્યને સાકાર કરવામાં ખૂબ મદદરૂપ થશે.”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]