Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેજર બરાક લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL) માં એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર અને જેન્ડર ફોકલ પોઇન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રી મોદીએ અવલોકન કર્યું હતું કે આ સન્માન તેમની અનુકરણીય સેવાની અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયના યોગદાનની પણ એક સ્વીકૃતિ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ અસંખ્ય યુવાન ભારતીયો, ખાસ કરીને દેશની દીકરીઓ માટે પણ એક પ્રેરણા છે, જેઓ દેશ અને માનવતાની સેવા કરવાની આકાંક્ષા રાખે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન. મેજર બરાક લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL)માં એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર અને જેન્ડર ફોકલ પોઇન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. આ સન્માન તેમની અનુકરણીય સેવાની અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયના યોગદાનની પણ એક સ્વીકૃતિ છે. તેમની આ સિદ્ધિ અસંખ્ય યુવાન ભારતીયો, ખાસ કરીને આપણી દીકરીઓ માટે પણ એક પ્રેરણા છે, જેઓ દેશ અને માનવતાની સેવા કરવાની આકાંક્ષા રાખે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]