પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં, ભારતે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળને સસ્તી અને સુલભ બનાવવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમને ગર્વ છે કે અમને વિશ્વના સૌથી મોટા આરોગ્યસંભાળ કાર્યક્રમ, ‘આયુષ્યમાન ભારત’ સાથે ઓળખ મળી છે, જે સૌથી વધુ જરૂરિયાતમંદોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડે છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે પીએમ ભારતીય જનઔષધિ પરિયોજના જેવા પ્રયાસોએ દવાઓને સસ્તી બનાવી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે સ્ટેન્ટ અને ઘૂંટણના ઇમ્પ્લાન્ટના ભાવમાં ઘટાડો થયો છે, જેનાથી ઘણા લોકોને ફાયદો થયો છે.
પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે વધુ સંસ્થાઓ અને બેઠકોની ઉપલબ્ધતાને કારણે તબીબી શિક્ષણ પણ લોકો માટે વધુ સુલભ બન્યું છે. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં થયેલા ફેરફારો પર પ્રકાશ પાડ્યો અને ભાર મૂક્યો કે આપણે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માટે આ પ્રગતિ પર આગળ વધીશું.
X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“છેલ્લા 12 વર્ષોમાં, ભારતે સારી ગુણવત્તાવાળી આરોગ્યસંભાળને વધુ સસ્તું અને સુલભ બનાવવા માટે કામ કર્યું છે.
અમને વિશ્વના સૌથી મોટા આરોગ્યસંભાળ કાર્યક્રમ, ‘આયુષ્માન ભારત’ ધરાવતા દેશ તરીકે ઓળખ મળવાનો ગર્વ છે, જે ઘણા લોકોને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડે છે.”
પીએમ ભારતીય જનઔષધિ પરિયોજના જેવી અન્ય પહેલોએ દવાઓને સસ્તી બનાવી છે. સ્ટેન્ટ અને ઘૂંટણના ઇમ્પ્લાન્ટના ભાવમાં ઘટાડો થયો છે, જેનાથી ઘણા લોકોને મદદ મળી છે.
ઉપરાંત, વધુ સંસ્થાઓ અને બેઠકોની ઉપલબ્ધતાને કારણે તબીબી શિક્ષણની પહોંચ સરળ બની છે.
અમે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માટે આ પ્રગતિ પર આગળ વધીશું.
#12YearsOfSwasthBharat
Over the last 12 years, India has worked to make quality healthcare more affordable and accessible.
We feel proud when we are known as the nation with the world’s largest healthcare programme, Ayushman Bharat, which provides top-quality healthcare to the most vulnerable.…
— Narendra Modi (@narendramodi) June 14, 2026
“આરોગ્ય ક્ષેત્રમાં થયેલા પરિવર્તનોની એક ઝલક….
#12YearsOfSwasthBharat
A glimpse of how the health sector has been transformed….#12YearsOfSwasthBharat https://t.co/eBbeB5Awsq
— Narendra Modi (@narendramodi) June 14, 2026
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]