Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં રજત પદક જીતવા બદલ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્લાસગો 2026 રાષ્ટ્રમંડળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ)માં વેઇટલિફ્ટિંગમાં રજત પદક (સિલ્વર મેડલ) જીતવા બદલ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ સફળતા વધુ વિશેષ છે કારણ કે તેમણે આ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન હાંસલ કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની સફળતા ભારતના યુવાનોને પ્રેરણા આપશે, અને તેમની આગળની સફરમાં સતત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“ગ્લાસગો 2026 રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં રજત પદક જીતવા બદલ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન. આ સફળતા વધુ વિશેષ છે કારણ કે તેમણે આ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન હાંસલ કર્યું છે. તેમની સફળતા ભારતના યુવાનોને પ્રેરણા આપે. તેમની આગળની સફરમાં સતત સફળતા માટે શુભેચ્છાઓ. #CWG2026”

SM/JD