પીએમઇન્ડિયા
ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.
આંધ્ર પ્રદેશના ગવર્નર અબ્દુલ નઝીરજી, ગોવાના ગવર્નર અને આ ધરતીના સંતાન અશોક ગજપતિ રાજૂજી, સીએમ, મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુજી, ડેપ્યુટી સીએમ ભાઈ પવન કલ્યાણજી, મંત્રીમંડળમાં મારા સાથી યુવા ઊર્જાથી ભરેલા ભાઈ રામમોહન નાયડુજી, ચંદ્રશેખર પેમ્માસાનીજી, ભૂપતિ રાજૂ શ્રીનિવાસ વર્માજી, રાજ્ય સરકારના મંત્રી ભાઈ નારા લોકેશજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો.
અંદરિકી નમસ્કારમ્!
સાથીઓ, આજનો દિવસ આંધ્ર પ્રદેશના વિકાસ માટે, સ્વર્ણ આંધ્રના વિઝન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. મને આજે ખૂબ શુભ અવસર પર, એક શુભ માસમાં ઉત્તર આંધ્રની આ પવિત્ર ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું સૌથી પહેલા ભગવાન શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું. હું શ્રી-કૂર્મનાથ સ્વામી અને મા પૈડિતલ્લી અમ્મવારુને નમન કરું છું.
સાથીઓ, આજે અહીં લગભગ 18000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ, લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. એરપોર્ટની સાથે સાથે આ પ્રોજેક્ટ્સ આંધ્રની રોડ કનેક્ટિવિટી સાથે પણ જોડાયેલા છે. આમાં એનર્જી સિક્યોરિટી સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પણ છે. આ વિકાસ કાર્યો એ વાતના પ્રતીક છે કે આ સમયે આંધ્ર કઈ સ્પીડથી આગળ વધી રહ્યું છે. હું આપ સૌને આ પ્રોજેક્ટ્સની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ, આજનો આ કાર્યક્રમ નવો ઈતિહાસ, નવા રેકોર્ડ, આ રચવાનો પણ છે. આજે એક તરફ વિકાસના નવા રેકોર્ડ બની રહ્યા છે, તો સાથે જ ધીમસા ડાન્સનો સાંસ્કૃતિક રેકોર્ડ પણ રચવામાં આવ્યો છે, અને આ ચંદ્રબાબુની વિશેષતા છે કે તેમણે બે ક્ષિતિજોને સ્પર્શ કર્યો છે. એક તરફ ઊંચા આકાશને સ્પર્શતી વ્યવસ્થા એરપોર્ટનું નિર્માણ અને બીજી તરફ મારી અહીંની આદિવાસી બહેનો દ્વારા ધીમસા નૃત્યનો વિશ્વ રેકોર્ડ બનાવવો, હું ચંદ્રબાબુના આ વિઝનની વિશેષરૂપે સરાહના કરું છું. તેર હજાર થી વધુ આદિવાસી બહેનો અને દીકરીઓની પ્રસ્તુતિ, તેમનો ઉત્સાહ, તેમનું શિસ્ત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ, આ દ્રશ્ય ખરેખર અદ્દભુત હતું. આમાં દેશની વિવિધતાની ઝલક પણ હતી અને પેઢી-દર-પેઢી સાચવીને રાખવામાં આવેલો જનજાતીય વારસો પણ હતો. હું આ પ્રસ્તુતિ માટે આપ સૌનું અને વિશેષ રૂપે મારી આદિવાસી બહેનો અને દીકરીઓનું ખૂબ-ખૂબ અભિનંદન કરું છું.
સાથીઓ, આ ધરતી અલ્લૂરી સીતારામ રાજૂની ધરતી છે. અલ્લૂરી સીતારામ રાજૂ જીએ જે ધરતી પર આદિવાસી હિતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, આજે એ જ ધરતી પર આંધ્ર પ્રદેશના એક નવા એરપોર્ટની શરૂઆત થઈ રહી છે. આ એરપોર્ટ આંધ્ર અને ઉત્તર આંધ્રની ગ્રોથનો રન-વે છે. આ આંધ્રના યુવાનોના શ્રેષ્ઠ ભવિષ્યનો લોન્ચ પેડ છે. હું આંધ્ર પ્રદેશના લોકોને, દેશના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, પહેલાં જ્યારે એરપોર્ટ બનતા હતા, તો એરપોર્ટના નામ એક જ પરિવારના નામ પર ચઢી જતા હતા, અમે આ પરંપરાને બદલી, અમે અયોધ્યામાં એરપોર્ટનું નામ વાલ્મીકિના નામથી જોડ્યું, અમે પંજાબમાં સંત રવિદાસ જીના નામથી એરપોર્ટનું નામ જોડ્યું.
અને સાથીઓ, કેન્દ્રની એનડીએ સરકારે આ નિર્ણય કર્યો છે કે આ નવા એરપોર્ટનું નામ શ્રી અલ્લૂરી સીતારામ રાજૂના નામ પર હશે. આંધ્ર પ્રદેશનો જે પણ નાગરિક, આ એરપોર્ટથી યાત્રા કરશે, દેશ અને દુનિયાનો જે પણ નાગરિક આ એરપોર્ટથી યાત્રા કરશે, તેને અલ્લૂરી સીતારામ રાજૂ જીના નામથી જનસેવા અને રાષ્ટ્રસેવાની પ્રેરણા મળશે.
સાથીઓ, વીતેલા 12 વર્ષમાં દેશના એવિએશન સેક્ટરે અસાધારણ પ્રગતિ કરી છે. 2014 સુધી દેશમાં માત્ર 74 એરપોર્ટ ઓપરેશનલ હતા. આજે આ સંખ્યા 166 છે. એક સમય હતો જ્યારે હવાઈ ઉડાન માત્ર મોટા શહેરો સુધી સીમિત હતી. NDA સરકારમાં આજે નાના શહેરના સામાન્ય લોકો પણ ફ્લાઈટ્સથી આવી-જઈ રહ્યા છે. 12 વર્ષમાં માત્ર એરપોર્ટની સંખ્યા જ નથી વધી, અમારી ઉડાન યોજનાના કારણે આજે ગરીબ પરિવારના લોકોને પણ જહાજમાં બેસવાનો અવસર મળી રહ્યો છે. આ યોજનાએ ગરીબમાં ગરીબને પોતાનું સપનું પૂરું કરવામાં મદદ કરી છે. કેટલાક દિવસ પહેલાં જ સરકારે ઉડાન યોજનાના બીજા ફેઝની શરૂઆત કરી છે. આના પર પણ 29 હજાર કરોડ રૂપીઝ ખર્ચ કરવામાં આવશે.
સાથીઓ, એવિએશન સેક્ટરમાં દેશને વધુ એક મોટો માઈલસ્ટોન હાસિલ થયો છે. કેટલાક જ દિવસ પહેલાં કાશીમાં જે સ્પોક એરપોર્ટ મોડેલનો શુભારંભ થયો, આજે એ જ મોડેલ પંજાબના અમૃતસર સુધી પહોંચી ગયું છે. આનાથી અમૃતસરથી 25થી વધુ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન જોડાઈ જશે. હું આ સિદ્ધિ માટે આંધ્રની આ ધરતી પરથી પંજાબના લોકોને પણ અભિનંદન આપું છું.
સાથીઓ, આપણા આંધ્ર પ્રદેશ પાસે હંમેશાંથી વિકસિત ભારતનો ગ્રોથ એન્જિન બનવાનું સામર્થ્ય રહ્યું છે. આંધ્ર પ્રદેશના વિકાસ માટે આપણા પ્રયાસો ડબલ એન્જિનની સ્પીડથી આગળ વધે, આના માટે મેં આંધ્રના લોકો પાસે ડબલ એન્જિન સરકારના આશીર્વાદ માગ્યા હતા અને આજે ચંદ્રબાબુ નાયડુ જીના નેતૃત્વમાં, પવન કલ્યાણ જીના નેતૃત્વમાં NDA ની પૂરી ટીમ આંધ્ર પ્રદેશ માટે ડબલ સ્પીડથી કામ કરી રહી છે.
સાથીઓ, આજે દેશ બ્લૂ ઈકોનોમીને સતત મજબૂત કરી રહ્યો છે. અમારું વિઝન છે કે આ આખો વિસ્તાર કોસ્ટલ ઈકોનોમિક કોરિડોરના રૂપમાં વિકસિત થાય, આ જ લક્ષ્ય સાથે વિશાખાપટ્ટનમથી કૃષ્ણાપટ્ટનમ સુધી આપણા જૂના પોર્ટ્સને આધુનિક રૂપ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય મુલાપેટા અને રામાયાપટ્ટનમમાં અમે નવા પોર્ટ્સ પણ બનાવી રહ્યા છીએ.
સાથીઓ, પોર્ટ ડેવલપમેન્ટની સાથે-સાથે આખા આંધ્રમાં હાઈવે અને એક્સપ્રેસવેનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. વિશાખાપટ્ટનમ-રાયપુર એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ આ આખા વિસ્તારને રફતાર આપી રહ્યા છે.
સાથીઓ, આ આખો રીજન દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્રોથી સરળતાથી જોડાય આના માટે આજે આંધ્ર પ્રદેશમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. રાજ્યના આખા રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. અહીં 70 થી વધુ રેલવે સ્ટેશનોને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યા છે.
સાથીઓ, આજે આ વિસ્તારના વિકાસમાં પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. પીએમ ગતિ શક્તિના માધ્યમથી આ આખા વિસ્તારમાં રેલ, પોર્ટ અને એરપોર્ટને એક સાથે જોડવામાં આવી રહ્યા છે. જ્યારે અહીં આ આધુનિક લોજિસ્ટિક્સ નેટવર્ક તૈયાર થઈ જશે, તો ઉદ્યોગોને વધુ સારી કનેક્ટિવિટી મળશે, ખેડૂતોને ફાયદો થશે અને બિઝનેસ કરવાની સરળતા પણ વધશે.
સાથીઓ, આંધ્ર પ્રદેશ હંમેશાં ભવિષ્યની સોચ રાખનારો પ્રદેશ રહ્યો છે. સોફ્ટવેર, IT અને ટેક સેક્ટરમાં આંધ્રના યુવાનોએ આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. અને એટલા માટે જ, સરકાર અહીંના ટેલેન્ટને, આંધ્ર પ્રદેશની ડેવલપમેન્ટ પાવર સાથે જોડવા માંગે છે. આપણા ટેલેન્ટેડ યુવાનોની પ્રતિભાનો લાભ આંધ્ર પ્રદેશ અને દેશને વધુમાં વધુ મળે, એ ખૂબ આવશ્યક છે. આના માટે અમારું ફોકસ હવે સેમિકન્ડક્ટર જેવી ફ્યુચરિસ્ટિક ટેક ઈન્ડસ્ટ્રી પર છે. વિશાખાપટ્ટનમમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ, આ જ દિશામાં એક ખૂબ મોટું પગલું છે. ચંદ્રબાબુના નેતૃત્વમાં અમારું આંધ્ર હવે સોફ્ટવેરની સાથે-સાથે મેન્યુફેક્ચરિંગનું પણ હબ બનશે. આનાથી આંધ્રમાં futuristic jobs તૈયાર થશે, ટેક ઈન્ડસ્ટ્રીઝ માટે નવું વાતાવરણ તૈયાર થશે.
સાથીઓ, વર્લ્ડ ઈકોનોમીમાં ક્યાંય પણ, કોઈ પણ ગ્રોથ સેન્ટરનું નિર્માણ માત્ર એક ફેક્ટરીથી ન થઈ શકે, તેના માટે એક પૂરા ઈકોસિસ્ટમની જરૂરિયાત હોય છે. આજે આંધ્ર પ્રદેશમાં અમે ગ્રોથનું એ જ ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ. ચંદ્રબાબુ નાયડુ જી વ્યક્તિગત સ્તર પર દિવસ-રાત મહેનત કરે છે. આનું જ પરિણામ છે, આજે દુનિયાની ઘણી મોટી-મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા માટે આવવા માંગે છે.
સાથીઓ, અહીં સેમિકન્ડક્ટરની સાથે-સાથે AI ઈન્ફ્રા અને ડેટા સેન્ટર પર પણ કામ થઈ રહ્યું છે. Google એ પણ અહીં 15 બિલિયન ડોલરના AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પસની જાહેરાત કરી છે. હજુ પણ ઘણી ગ્લોબલ કંપનીઝ અહીં નવી શક્યતાઓ જોઈ રહી છે. આનો ખૂબ મોટો ફાયદો આંધ્ર પ્રદેશની સાથે-સાથે દેશના યુથ ને થઈ રહ્યો છે.
સાથીઓ, આંધ્રની ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ સ્ટોરી માત્ર ડિજિટલ ટેક સુધી જ સીમિત નથી. નક્કાપલ્લીમાં કેન્દ્ર સરકાર મોટા ફાર્મા પાર્ક માટે પણ સહયોગ આપી રહી છે. આનાથી આંધ્ર પ્રદેશ, દેશના એક મોટા ફાર્મા હબના રૂપમાં પણ વિકસિત થશે. ગ્રીન એનર્જીની ફીલ્ડમાં પણ એકલા રાયલસીમા વિસ્તારમાં 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે. હું આજે આંધ્ર પ્રદેશના આપ સૌ લોકોને ફરી વિશ્વાસ અપાવું છું, અમારી સરકાર આવી દરેક શક્યતાઓને સાકાર કરવા માટે દિવસ-રાત, આ ડબલ એન્જિન સરકાર કામ કરતી રહેશે.
સાથીઓ, આજે આંધ્ર પ્રદેશમાં દરેક સેક્ટરમાં કઈ સ્પીડથી કામ થઈ રહ્યું છે, આનો અંદાજો આપ એ વાત પરથી લગાવી શકો છો કે પાછલી 3 યાત્રાઓમાં જ મેં 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શુભારંભ અહીં કર્યો છે. મને ખુશી છે કે આંધ્રની આ વિકાસ યાત્રામાં ‘ઉત્તર આંધ્ર’ પણ સશક્ત થઈ રહ્યું છે. અમે વિશાખાપટ્ટનમ ઈકોનોમિક રિજન, V.E.R ને દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વિકસિત કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય છે, V.E.R એશિયાનું પ્રમુખ ઈકોનોમિક હબ બને. આ એરપોર્ટથી લઈને સેમિકન્ડક્ટર યુનિટ સુધી આ જ મિશનનો હિસ્સો છે.
સાથીઓ, અમારી સરકારનો મંત્ર છે- રોકાણથી રોજગારી, એટલા માટે સરકારે પોતાની તરફથી પણ રોકાણ વધાર્યું છે અને અમે પ્રાઈવેટ સેક્ટરને પણ રોકાણ માટે પ્રેરિત કરી રહ્યા છીએ. આપ પણ જાણો છો, જ્યારે રોકાણ વધે છે, તો મેન્યુફેક્ચરિંગ વધે છે, મેન્યુફેક્ચરિંગ વધે છે, તો એક્સપોર્ટ વધે છે, એક્સપોર્ટ વધે છે, તો રોજગારના નવા અવસર બને છે અને રોજગાર વધે છે, તો લોકોની આવક વધે છે, પરિવારોની જિંદગી વધુ સારી થાય છે અને આંધ્ર પ્રદેશમાં અમે આ જ થતું જોઈ રહ્યા છીએ.
સાથીઓ, મને પૂરો વિશ્વાસ છે, આજે અહીં જેટલા પણ પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ છે, જેમની પાયાવિધિ રાખવામાં આવી છે, તે બધા પ્રોજેક્ટ્સ સ્વર્ણ આંધ્રા અને વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવામાં ખૂબ મોટું યોગદાન આપશે. ચંદ્રબાબુ જીના નેતૃત્વમાં આંધ્ર પ્રદેશ વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે એક ખૂબ મોટો ઊર્જા સ્ત્રોત બની રહ્યું છે. હું એક વાર ફરી આ બધી પરિયોજનાઓ માટે આંધ્ર પ્રદેશના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ! ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ-ખૂબ ધન્યવાદ!
SM/BS/JD
Speaking at a programme in Bhogapuram, Andhra Pradesh. Today's projects across aviation, clean energy, semiconductors and connectivity will contribute to the state's development.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
https://t.co/FYHq8N02n3
अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया... आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए airport की शुरुआत हो रही है।
— PMO India (@PMOIndia) August 1, 2026
ये airport आंध्र और उत्तर आंध्र की growth का runway है।
ये आंध्र के युवाओं के बेहतर भविष्य का launchpad है: PM @narendramodi
आज देश blue economy को लगातार मजबूत कर रहा है।
— PMO India (@PMOIndia) August 1, 2026
हमारा vision है कि ये पूरा क्षेत्र Coastal Economic Corridor के रूप में विकसित हो।
इसी लक्ष्य के साथ, विशाखापट्टनम से कृष्णापट्टनम तक... हमारे पुराने ports को आधुनिक रूप दिया जा रहा है।
इसके अलावा मुलापेटा और रामायापट्टनम में, हम…
हमारे talented युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये आवश्यक है।
— PMO India (@PMOIndia) August 1, 2026
इसके लिए हमारा focus अब semiconductor जैसी futuristic tech industry पर है।
विशाखापट्टनम में नए semiconductor plant का शिलान्यास... इसी दिशा में एक बड़ा कदम है: PM @narendramodi
Delighted to receive the exquisitely handcrafted Bobbili Ekanda Veena in Bhogapuram.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
The Veena has a special place in India’s musical traditions. It embodies the skills of Andhra Pradesh’s artisans. My compliments to them for preserving the culture of the state. pic.twitter.com/31KoBnap4t
Congratulations to my sisters and brothers of Andhra Pradesh for the inauguration of the Alluri Sitarama Raju International Airport in Bhogapuram.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
The naming of this airport is also in line with our emphasis of recognising the contribution of inspiring personalities from our… pic.twitter.com/EaDjUCPjuj
The NDA Government at the Centre and in Andhra Pradesh are working with remarkable speed for the state’s progress. We are focusing on the Blue Economy, port development, industrial growth and more. pic.twitter.com/ClHW26dZWN
— Narendra Modi (@narendramodi) August 1, 2026
Under the leadership of my friend Shri Chandrababu Naidu Garu, Andhra Pradesh is thinking of the future and working towards it with great vigour. The state is working hard in sectors such as semiconductors, IT and innovation. This will benefit the youth of the state.@ncbn pic.twitter.com/qpSAad8efD
— Narendra Modi (@narendramodi) August 1, 2026
భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అనుసంధానాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ఈ విమానాశ్రయం అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక సాంకేతికతలను సమన్వయం చేసి,… pic.twitter.com/wUzXWVNPwe
భోగాపురంలో అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీక. రాష్ట్ర సంస్కృతిని పరిరక్షిస్తున్న వారికి నా అభినందనలు. pic.twitter.com/mZETGke291
భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నా సోదరీ సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టడం కూడా, మన ఘన చరిత్రలో స్ఫూర్తిదాయకమైన మహనీయుల సేవలను గుర్తించి గౌరవించాలనే మా… pic.twitter.com/bR0S60GVA1
కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం విశేష వేగంతో పనిచేస్తోంది. బ్లూ ఎకానమీ, నౌకాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి తదితర రంగాలపై మేము ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. pic.twitter.com/6Hx6ejqpkx
— Narendra Modi (@narendramodi) August 1, 2026
నా మిత్రుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గొప్ప ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. సెమీకండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణలు వంటి రంగాల్లో రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర యువతకు విశేష ప్రయోజనం చేకూరుతుంది.@ncbn pic.twitter.com/zMpc1laK83
— Narendra Modi (@narendramodi) August 1, 2026