Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી.

શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સાજા થાય. PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi

 

SM/IJ/GP/JD