પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સંઘ લોક સેવા આયોગ (UPSC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
આ કાર્યક્રમ ગયા વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થયેલા વર્ષભરના મહોત્સવનું સમાપન ચિહ્નિત કરશે, જે 1926માં UPSCની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવાની યાદગીરીરૂપ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી UPSC શતાબ્દી સ્મારક સિક્કો, એક સ્મારક ટપાલ ટિકિટ અને ‘100 લેન્ડમાર્ક જજમેન્ટ્સ– શેપિંગ ધ પોલિસીઝ ઓફ UPSC એન્ડ પબ્લિક સર્વિસ કમિશન્સ ઈન ઈન્ડિયા‘ શીર્ષક ધરાવતું પુસ્તક બહાર પાડશે.
આ કાર્યક્રમમાં રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો, UPSCના અધિકારીઓ અને અન્ય લોકો સહિત દેશભરના હિતધારકોની ભાગીદારી જોવા મળશે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]