પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી – સ્મિત નમસ્તે.
કેપ્ટન સ્મિત – જય હિંદ સર. નમસ્તે સર.
પ્રધાનમંત્રી – કેમ છો અત્યારે, તબિયત કેવી છે?
કેપ્ટન સ્મિત – સર બધું બરાબર છે સર, બધું બરાબર છે.
પ્રધાનમંત્રી – જુઓ આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે, મહામૃત્યુંજયના જાપ બધી જગ્યાએ ચાલી રહ્યા છે.
કેપ્ટન સ્મિત – યસ સર.
પ્રધાનમંત્રી – તમારી હિંમતે, તમારી ધીરજે અને તમારી સુઝબુઝે, એટલે કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આટલા નિર્ણયો કરી લીધા તમે…
કેપ્ટન સ્મિત – યસ સર.
પ્રધાનમંત્રી – અને આટલા લોકોના જીવ બચાવ્યા. અને આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે અમે હિંદુસ્તાની જીવ લેવા વાળા લોકો નથી, જીવ બચાવવા વાળા લોકો છીએ.
કેપ્ટન સ્મિત – બિલકુલ સર.
પ્રધાનમંત્રી – અને તમારા શરીર પર આટલો મોટો ઘા થયો, તમે પોતે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા, તે સમયે પણ તમે તમારા જીવનની પરવા ન કરી, તમામ મુસાફરોના જીવનની પરવા કરી અને સૌથી મોટી વાત 140 કરોડ દેશવાસીઓનું તમે માન વધાર્યું.
કેપ્ટન સ્મિત – Thank You Sir.
પ્રધાનમંત્રી – અને એટલા માટે હું ખૂબ હૃદયથી, હૃદયથી ગર્વ અનુભવ કરું છું.
કેપ્ટન સ્મિત – સર હું… sorry
પ્રધાનમંત્રી – ગઈકાલે મને ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરવાની તક મળી, ગીતાબેન સાથે વાત કરી, સોનલબેન સાથે વાત કરી, જાવા અને બોબી સાથે તો નથી કરી શક્યો. પરંતુ મેં ગીતાબેનને કહ્યું હતું કે તમારું નામ ગીતા છે, પરંતુ તમે કૃષ્ણની ગીતાને પૂરેપૂરી પચાવી દીધી છે. અને તમે સ્મિતને તે સાક્ષાત ગીતાના સંસ્કારોથી એનું જીવન બનાવ્યું.
કેપ્ટન સ્મિત – બિલકુલ સર.
પ્રધાનમંત્રી – સ્મિત હવે હું તમારી પાસેથી સાંભળવા માંગીશ.
કેપ્ટન સ્મિત – સર મારા માટે હું સરથી પણ બોલી રહ્યો હતો, તમે મારા સૌથી મોટા, સૌથી મોટા આઈડિયલ છો સર. અને તમે મને આવી રીતે કોલ કરીને મારો ઉત્સાહ વધારી રહ્યા છો. મને ખૂબ-ખૂબ-ખૂબ ગર્વ ફીલ થઈ રહ્યું છે. હું તે મોમેન્ટમાં સર, હું, હા હું મારી, હું મારી લાઈફ માટે લડી રહ્યો હતો, બટ એક એવો મોમેન્ટ હતો જ્યારે મને રિયલાઈઝ થયું કે જો મેં કંઈ નહીં કર્યું, કારણ કે હું પડી ચૂક્યો હતો, મને આટલા ઘા લાગી ચૂક્યા હતા કે હું ફસાઈ ચૂક્યો હતો નીચે, એન્ડ તે ટાઈમ પર હું બોલ્યો જો હું નહીં ઊભો થાઉં, સર હું FZ માં 17 વર્ષથી વિમાન ઉડાડી રહ્યો છું. હું છેલ્લા 11 વર્ષથી કેપ્ટન છું. અને મને ખબર પડે છે, આંખ બંધ કરીને પણ કે વિમાનમાં શું થઈ રહ્યું છે. જ્યારે હું નીચે પડેલો હતો, ત્યારે મને, ત્યારે મને અહેસાસ થઈ રહ્યો હતો કે એરક્રાફ્ટ નીચે જઈ રહ્યું છે. અને મને એ બિલકુલ ખબર હતી કે આ એક લાસ્ટ પુશ જો સ્મિત, કરી દે, દરવાજો બસ એ જ છે અને ત્યારે પણ હું માર ખાતો જ હતો. બસ તે ખોલી દીધો સર. બાકી બધા આવી ગયા અને બાકી બધાનો પણ એટલો જ, એટલો જ તેમાં, તેમાં રોલ હતો. બટ જાણીને હું સર બોલી રહ્યો હતો કે હું મારી જાનના હિસાબે કરી રહ્યો હતો. બટ એટ ધ સેમ ટાઈમ મને આટલી પણ ખબર હતી કે હું એ બધાને મરવા દઈ શકું નહીં. બસ ત્યાર પછી મને લોકોએ અહીંયા પણ, સાઉદીમાં પણ, અહીંયા પણ તો પડીને આનાથી સારી કેર અને આનાથી સારું મેડિકલ એટેન્શન ન મળી શકત. એન્ડ હું સર, આઈ એમ જસ્ટ હું એક ફક્ત પોઝિટિવિટીમાં, હું જ્યારે પણ મને દર્દ થાય છે, મને એક જ વસ્તુ આવે છે, હું ફક્ત હનુમાન ચાલીસા બોલું છું. તે ટાઈમ પર પણ હું ફક્ત હનુમાન ચાલીસા જ બોલી રહ્યો હતો અને મને ખબર છે કે તે ભગવાને જ મને બચાવ્યો. બસ તમારો એક કોલ આવી ગયો મને ખૂબ-ખૂબ ગર્વ થાય છે. અત્યારે પણ મને થઈ રહ્યું છે મારા પર ગર્વ, અત્યાર સુધી નહોતું થઈ રહ્યું. હવે થઈ ગયું સર. સોરી હું તમારી સામે રોઈ રહ્યો છું સર.
પ્રધાનમંત્રી – સ્મિત, જો મારી સામે તમે ભાવુક નહીં થાઓ, તો ક્યાં થશો?
કેપ્ટન સ્મિત – સર મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી તમારી સાથે વાત થશે, ક્યારેય નહોતું વિચાર્યું.
પ્રધાનમંત્રી – તમે આટલું મોટું કામ કર્યું છે ભાઈ કે દરેક દેશવાસી આજે, દુનિયાના લોકો પણ તમને જોવા, તમારી સાથે વાત કરવા માટે ખૂબ જ આતુર છે. અને આ વાત તમે જે બતાવી છે હનુમાન ચાલીસાની, આના માટે તો હું ગીતાબેનને પ્રણામ કરીશ કે તમને આવા સંસ્કાર આપ્યા, ભૂપેન્દ્રભાઈને પ્રણામ કરીશ. અને હું, હું તમને બતાવું સ્મિત, ગઈકાલે મારી જ્યારે સોનલબેન સાથે વાત થઈ, તો હું સરપ્રાઈઝ હતો, આટલી સ્વસ્થતાથી તેઓ વાત કરી રહ્યા હતા.
કેપ્ટન સ્મિત – યસ સર.
પ્રધાનમંત્રી – આટલી હિંમતથી વાત કરી રહ્યા હતા. ખરેખર, મેં કલ્પના નહોતી કરી કે સોનલબેન આવી પરિસ્થિતિમાં આટલી સ્વસ્થતાથી વાત કરી શકે છે. તો હું સમજુ છું કે તમે એક પરિવારના નાતે, તમે સાચેમાં આખા દેશનું નામ રોશન કર્યું છે.
કેપ્ટન સ્મિત – સર હું રોજ સવારે જ્યારે પૂજા કરું છું. મારો બે વર્ષનો દીકરો મારા ખોળામાં બેસીને મારી સાથે હનુમાન ચાલીસા, હું એને સંભળાવું છું કે જે મને કહેવામાં આવ્યું છે, કારણ કે આજે આપણે દેશથી દૂર છીએ, બટ આપણી સંસ્કૃતિથી દૂર થવું જોઈએ નહીં.
પ્રધાનમંત્રી – સાચી વાત છે.
કેપ્ટન સ્મિત – અને અત્યારે તો અહીંયા તો એ પણ નથી લાગતું કે આપણે દેશથી દૂર છીએ. આ અહીંના લોકો ખૂબ-ખૂબ-ખૂબ પ્રેમથી અને ખૂબ ધ્યાનથી આપણને રાખી રહ્યા છે.
પ્રધાનમંત્રી – તમને ખબર નહીં હોય, લોકો સાવરકુંડલામાં પણ, વઢવાણમાં પણ, બધા લોકોએ એક એવું ભાવુક વાતાવરણ બનાવી દીધું છે અને આખા હિંદુસ્તાનમાં તો છે જ. ગઈકાલે તમામ મંદિરોમાં પૂજા-પ્રાર્થના-આરતી થઈ, તમામ તીર્થ ક્ષેત્રોમાં આરતી થઈ અને બધા તમારા દીર્ઘાયુ માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે બધા પ્રાર્થના કરી રહ્યા છે. એટલા માટે, તમે તો જલ્દી જ સ્વસ્થ થવાના જ છો. ભારત તમારું સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સુક છે. હવે શરીરમાં જે પણ તકલીફ હોય, હું સમજી શકું છું. તમે વીર પુરુષ છો, તો તમારા ઘા સહન કરવાનું કદાચ તમારા માટે ખૂબ સરળ બનાવી દીધું છે તમે?
કેપ્ટન સ્મિત – નહીં સર, હું, હું આ ઘાને, ઘાની જેમ નથી વિચારી રહ્યો, બિકોઝ તે મને વધુ પણ પછી એટલું મુશ્કેલ થશે મારું રિકવરી. હું આને એક જર્નીની જેમ વિચારી રહ્યો છું, જે ધીમે-ધીમે થવાનું છે એન્ડ તે ટાઈમ લઈને થશે, બટ હું ખૂબ-ખૂબ કોન્ફિડન્ટ છું કે આ રિકવરી થશે, અને હું એકદમ જ સ્વસ્થ થઈ જઈશ.
પ્રધાનમંત્રી – હું સાઉદી સરકારનો પણ અને યુએઈ સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે તમારી ખૂબ કેર કરી. હું એમનો પણ આભારી છું. સ્મિત તમને જ્યારે પણ જરૂર લાગે, હું એક ફોન કોલ અવે છું.
કેપ્ટન સ્મિત – Thank You Sir.
પ્રધાનમંત્રી – પરંતુ તમે, તમે ખરેખર, નહિતર આ ગઈકાલે હું જોઈ રહ્યો હતો લોકોએ સોશિયલ મીડિયામાં જે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે અને લોકોએ કહ્યું જો આવું ન થયું હોત, તો ખબર નહીં ભારતને શું શું વિતાવવું પડતું, ભારતના તમામ પાયલોટો પર શું અસર પડતી. ભારતના તમામ પાયલોટોને કઈ રીતે જોવામાં આવત. તમે આ બધાને બચાવી લીધા છે. એટલે કે ખૂબ મોટું કામ તમે કર્યું છે.
કેપ્ટન સ્મિત – Yes Sir.
પ્રધાનમંત્રી – જ્યારે મળીશ ત્યારે અંદરની વાતો તો પછી સાંભળીશ હું, કારણ કે હું નથી ઈચ્છતો કે, મોબાઈલ પર આવી વાતો કરું હું તમારી સાથે.
કેપ્ટન સ્મિત – ઠીક છે સર.
પ્રધાનમંત્રી – અને તમે પણ પૂરી રીતે સ્વસ્થ થઈ જાઓ અને હવે બિલકુલ આખો દેશ તમારી સાથે છે.
કેપ્ટન સ્મિત – Thank You Sir.
પ્રધાનમંત્રી – હું વધારે તમને હેરાન કરવા નથી માંગતો. મારી તરફથી ખૂબ શુભેચ્છાઓ છે. આજે ગાંધી જયંતી છે. અહિંસા શું હોય છે, તે તમે જીવીને બતાવ્યું છે.
કેપ્ટન સ્મિત – Thank You Sir.
પ્રધાનમંત્રી – ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. થોડી ગુજરાતીમાં પણ વાત કરી લઈએ.
કેપ્ટન સ્મિત – જય શ્રી કૃષ્ણ સર.
પ્રધાનમંત્રી – બોબી અને જીવા ગુજરાતી બોલે છે કે નથી બોલતા?
કેપ્ટન સ્મિત – બંને બોલે છે સર, બંને બોલે છે.
પ્રધાનમંત્રી – જોરદાર ગુજરાતી બોલે છે…
કેપ્ટન સ્મિત – બંને પહેલા ગુજરાતી શીખ્યા ત્યાર પછી ઈંગ્લિશ શીખ્યા.
પ્રધાનમંત્રી – અચ્છા, બાળકોને મળવાનું થયું? બાળકોને? ડોક્ટરે અલાઉ કર્યું મળવા માટે?
કેપ્ટન સ્મિત – મારી મોટી છોકરી આવી હતી મળવા માટે, પરંતુ આ બધું જોઈને તે ડરી ગઈ..
પ્રધાનમંત્રી – અચ્છા… અચ્છા…
કેપ્ટન સ્મિત – તે થોડી બીમાર હતી અને મારાથી ખૂબ નજીક છે, અને મારો નાનો છોકરો બે વર્ષનો છે એને અલાઉ નથી કર્યો.
પ્રધાનમંત્રી – અત્યારે તો ધ્યાન રાખવું જ જોઈએ. પરંતુ સોનલબેન ખૂબ હિંમતવાળા છે.
કેપ્ટન સ્મિત – યસ સર
પ્રધાનમંત્રી – ગઈકાલે આટલી સ્વસ્થતાથી મારી સાથે વાત કરી. નહીંતર મેં અનુભવ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત જ ન થાય. ફરિયાદનું કોઈ નામોનિશાન નહીં. ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન સાથે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર વાત કરી. તો પણ ફરિયાદનું કોઈ નામોનિશાન નહીં. બસ એમની રીતે વાત કરી કે ભગવાન સારું જ કરશે.
કેપ્ટન સ્મિત – યસ સર
પ્રધાનમંત્રી – ચાલો, જય શ્રી કૃષ્ણ. અને ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ જાઓ પછી આપણે મળીએ છીએ.
કેપ્ટન સ્મિત – યસ સર
પ્રધાનમંત્રી – God bless you!
કેપ્ટન સ્મિત – Jai Hind.
પ્રધાનમંત્રી – Jai Hind.
SM/BS/JD
An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR
— Narendra Modi (@narendramodi) October 2, 2026