Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સમાં મહિલાઓની 65 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પરવીનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોમાંચક મુકાબલા વાળી ફાઇનલ મેચ બાદ એશિયન ગેમ્સમાં મહિલાઓની 65 કિગ્રા બોક્સિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પરવીનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પરવીનની સિદ્ધિ ભારતીય બોક્સિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરે છે. તેમણે કહ્યું કે તેમની સફળતા અત્યંત પ્રેરણાદાયી છે અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેના તેમના સમર્પણને ઉજાગર કરે છે.

શ્રી મોદીએ પરવીનને આગામી સમયમાં તેમના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“એક ભવ્ય ગોલ્ડ! રોમાંચક મુકાબલા વાળી ફાઇનલ બાદ એશિયન ગેમ્સમાં મહિલાઓની 65 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ પરવીનને અભિનંદન. તેમની આ એક અદ્ભુત સિદ્ધિ છે જે ભારતીય બોક્સિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરે છે. તેમની સફળતા અત્યંત પ્રેરણાદાયી છે અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેના તેમના સમર્પણને ઉજાગર કરે છે. આગામી સમયમાં તેમના પ્રયાસો માટે મારી શુભકામનાઓ: PM @narendramodi”

SM/DK/JD