Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રાચી પાંડેને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સ ક્લાસ 6 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રાચી પાંડેને અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના ડેબ્યૂમાં જ બ્રોન્ઝ મેડલ જીતવો એ ભારતીય પેરા ટેબલ ટેનિસ માટે એક ઐતિહાસિક પ્રારંભિક સિદ્ધિ હોવાનું નોંધતા, શ્રી મોદીએ આ અભૂતપૂર્વ અને પથદર્શક ઉપલબ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ભારતીય પેરા ટેબલ ટેનિસ માટે એક ઐતિહાસિક પ્રારંભિક સિદ્ધિ!

પ્રાચી પાંડેએ એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ ક્લાસ 6 સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ખરેખર કંઈક ખાસ પ્રાપ્ત કર્યું છે. ડેબ્યૂમાં જીતેલો તેમનો બ્રોન્ઝ મેડલ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

આ પથદર્શક ઉપલબ્ધિ બદલ અભિનંદન: પીએમ @narendramodi”

SM/NP/JD