Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ બેબી સહાના રવિને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સ ક્લાસ 9 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બેબી સહાના રવિને અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના ડેબ્યૂમાં જ સ્ટેન્ડિંગ કેટેગરીમાં ભારતનો સૌપ્રથમ મેડલ જીતીને તેમણે ઇતિહાસ રચ્યો હોવાનું નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે અતિ ગર્વની આ ક્ષણ યુવા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરશે, અને તેમના ભવિષ્ય માટે પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“બેબી સહાના રવિએ એશિયન પેરા ગેમ્સમાં સ્ટેન્ડિંગ કેટેગરીમાં ભારતનો સૌપ્રથમ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે! મહિલા સિંગલ્સ ક્લાસ 9 સ્પર્ધામાં તેમનો બ્રોન્ઝ મેડલ વધુ વિશેષ છે કારણ કે તે તેમના ડેબ્યૂમાં જ મળ્યો છે. આ અતિ ગર્વની ક્ષણ છે અને તે નિઃસંદેહ વધુ યુવા એથ્લેટ્સને મોટા સ્વપ્નો જોવા માટે પ્રોત્સાહિત કરશે. તેમને ભવિષ્ય માટે અભિનંદન અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/NP/JD