Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ અશોકને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 65kg પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અશોકને અભિનંદન પાઠવ્યા હતા.

તેમના ખંત અને આત્મવિશ્વાસ પર ગર્વ વ્યક્ત કરતાં, શ્રી મોદીએ આ ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને તેમના આગામી પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“અશોક દ્વારા એક ઉત્કૃષ્ટ પ્રદર્શન! એશિયન પેરા ગેમ્સ 2026 માં મેન્સ 65kg પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના ખંત અને આત્મવિશ્વાસ પર ગર્વ છે. આગામી પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/NP/JD