આજે, હું રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરના આમંત્રણ પર 17 નવેમ્બર 2026 ના રોજ યોજાનારી 23મી આસિયાન–ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે મનીલાની મુલાકાતે જઈ રહ્યો છું.
આસિયાન દેશો સાથેના આપણા સંબંધો ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી‘ના કેન્દ્રમાં છે અને આપણા ‘મહાસાગર‘ વિઝનમાં મુખ્ય સ્થાન ધરાવે છે. સદીઓના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં મૂળ ધરાવતા આપણા સંબંધો વેપાર, કનેક્ટિવિટી, દરિયાઈ સુરક્ષા, ટેકનોલોજી અને જનતાથી જનતા વચ્ચેના સંબંધોને આવરી લેતી એક ગતિશીલ ભાગીદારી તરીકે વિકસ્યા છે.
આસિયાન–ભારત સમિટમાં, હું આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિને આગળ વધારવા અને વિકાસ, કનેક્ટિવિટી અને સમૃદ્ધિ માટેની આપણી સહિયારી આકાંક્ષાઓને વધુ વેગ આપવા માટે સાથી નેતાઓ સાથે કામ કરવા આતુર છું.
પૂર્વ એશિયા સમિટ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સંવાદ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. હું ઇન્ડો–પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સહકારને મજબૂત કરવા અંગે સહભાગી નેતાઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા આતુર છું.
હું ફિલિપાઇન્સમાં વસતા જીવંત ભારતીય સમુદાય સાથે સંવાદ કરવા માટે પણ ઉત્સુક છું, જેમનું યોગદાન આપણા બંને દેશો વચ્ચેના મિત્રતાના સંબંધોને મજબૂત બનાવે છે.
મને વિશ્વાસ છે કે આ મુલાકાત આસિયાન સાથેની ભારતની ભાગીદારીને નવી ઊર્જા પ્રદાન કરશે અને શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સ્થિતિસ્થાપક ઇન્ડો–પેસિફિક પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને વધુ સુદૃઢ બનાવશે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Will be in Manila, Philippines later today and tomorrow to attend the following programmes: 23rd ASEAN-India Summit. 21st East Asia Summit India attaches immense importance to close friendship with ASEAN nations. I’m also looking forward to interacting with the Indian community based in the Philippines. https://t.co/xmAZDNtrFw
— Narendra Modi (@narendramodi) November 16, 2026