Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મનિલા, ફિલિપાઈન્સની મુલાકાત (16–17 નવેમ્બર, 2026)


દસ્તાવેજો:

  1. આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ પર આસિયાન-ભારત સંયુક્ત નિવેદન
  2. ઓનલાઈન કૌભાંડો અને સંબંધિત ગુનાઓ સામે સહયોગ મજબૂત કરવા પર પૂર્વ એશિયા શિખર સંમેલનના નેતાઓનું નિવેદન
  3. આપણા ભવિષ્યને સાથે મળીને દિશા આપવા પર પૂર્વ એશિયા શિખર સંમેલન ઘોષણા: સ્થિરતા અને નવીનીકરણ

જાહેરાતો:

1. 23મું ભારત – આસિયાન શિખર સંમેલન

  1. કનેક્ટિવિટી, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ સહયોગ, મેરીટાઇમ ડોમેન અવેરનેસ અને ખલાસીઓની સુરક્ષા વધારવા પર દીર્ઘકાલીન આસિયાન-ભારત દરિયાઈ સહયોગ યોજના;
  2. પ્રદેશમાં ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત સાયબર ફોરેન્સિક્સ તાલીમ કાર્યક્રમ;
  3. આસિયાન-ભારત પરમાણુ ઊર્જા ટેકનિકલ આદાનપ્રદાન;
  4. આસિયાન-ભારત સ્પેસ હેકાથોન;
  5. ખાણકામ અને મહત્વપૂર્ણ ખનિજો (critical minerals) પર આસિયાન-ભારત સહયોગ;
  6. યુવા શિખર સંમેલન, યુવા સંસદસભ્યોની પરસ્પર મુલાકાતો અને સ્ટાર્ટ-અપ હેકાથોન દ્વારા આસિયાન-ભારત યુથ કનેક્ટ;
  7. નાલંદા યુનિવર્સિટી ખાતે આસિયાન દેશો માટે શિષ્યવૃત્તિમાં વધારો;
  8. WAVES 2027 ખાતે આસિયાન-ભારત ક્રિએટિવ પાર્ટનરશિપ પેવેલિયન; અને
  9. આસિયાન દેશોના પ્રવાસીઓ માટે મફત ઈ-વિઝા.

2. 21મું પૂર્વ એશિયા શિખર સંમેલન

  1. સંયુક્ત તાલીમ અને કટોકટી પ્રતિસાદમાં સહયોગ માટે ખલાસીઓની સલામતી પહેલ (Seafarers’ Safety Initiative).
  2. ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમ જેવા સરહદ પારના અપરાધોના નવા યુગના જોખમોને પહોંચી વળવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે EAS સાયબર ક્રાઈમ કોન્ફરન્સ.
  3. લોથલ ખાતે EAS મેરીટાઇમ હેરિટેજ ફેસ્ટિવલ.
  4. EAS દેશો સાથે વધુ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે નાલંદા ખાતે EAS યુનિવર્સિટી કોન્ક્લેવ.

SM/IJ/JD