Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના કચ્છમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

ગુજરાતના કચ્છમાં થયેલા અકસ્માતમાં જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.

પીએમએનઆરએફમાંથી જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]