Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના બંધારણની વિશિષ્ટતા અને સામાજિક તથા આર્થિક ન્યાયને વેગ આપવાના પ્રયાસોને ઉજાગર કરતો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે, જેમાં ભારતના બંધારણ અને બંધારણ સભાની વિશિષ્ટતા અને ભારતનું બંધારણ તેમની સફરનો કેવી રીતે અવિભાજ્ય હિસ્સો છે તે ઉજાગર કરવામાં આવ્યું છે.

આ લેખમાં, પ્રધાનમંત્રીએ સામાજિક અને આર્થિક ન્યાયને વેગ આપવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આ લેખમાં, મેં નીચેની બાબતો ઉજાગર કરી છે:

આપણા બંધારણ અને બંધારણ સભાની વિશિષ્ટતા.

ભારતનું બંધારણ મારી સફરનો અવિભાજ્ય હિસ્સો કેવી રીતે છે.

NDA સરકારે બંધારણને મજબૂત બનાવવાની રીતો.

સામાજિક અને આર્થિક ન્યાયને વેગ આપવાના પ્રયાસો.

મેં એ પણ ઉજાગર કર્યું છે કે: 5 દાયકા સુધી દેશ પર શાસન કરનારાઓ દ્વારા બંધારણને કેવી રીતે કચડી નાખવામાં આવ્યું હતું.

કેવી રીતે એક પક્ષ વિરોધ પક્ષમાંથી અવરોધ પક્ષ બની ગયો છે.

English – nm-4.com/PxXR6o

हिन्दी – nm-4.com/HbHegQ”

 

SM/IJ/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]