Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બંધારણ દિવસ નિમિત્તે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર અને અન્ય મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના અવસરે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર અને બંધારણ સભાના તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલું બંધારણ એ ભારતીય લોકશાહીનો અમૂલ્ય વારસો છે જે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં રાષ્ટ્રને સતત માર્ગદર્શન આપતું રહેશે.

શ્રી મોદીએ બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું જે દર્શાવે છે કે કેવી રીતે વિદ્વાનો દ્વારા ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરીને ઘડવામાં આવેલી અને સુવ્યાખ્યાયિત કરાયેલી નીતિઓ અને સિદ્ધાંતો હંમેશા ટકી રહે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બંધારણ દિવસ પર મારા તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.

આ શુભ પ્રસંગે, હું પૂજ્ય બાબાસાહેબ અને બંધારણ સભાના તમામ મહાનુભાવોને મારા નમન અને વંદન અર્પણ કરું છું.

બંધારણના રૂપમાં તેમણે આપણને આપેલી ભેટ ભારતીય લોકશાહીનો અમૂલ્ય વારસો છે, જે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આપણને માર્ગદર્શન આપતો રહેશે.

બંધારણ દિવસની શુભકામનાઓ. આ દિવસ આપણા બંધારણના સ્થાપકોને નમન કરવાનો અને તેમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત બનાવવાની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવાનો અવસર છે.

बहुधा बहुभिः सार्धं चिन्तिताः सुनिरूपिताः।

कथञ्चिन्न विलीयन्ते विद्वद्भिश्चिन्तिता नयाः॥”

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]