પીએમઇન્ડિયા
યોર એક્સલન્સીસ,
રાષ્ટ્રપતિ શિ જિનપિંગ,
રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા,
રાષ્ટ્રપતિ માઇકલ ટેમર,
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન,
શરૂઆત રાષ્ટ્રપતિ શિના આ ઉષ્માસભર આવકાર અને આ સમિટ માટે ઉત્કૃષ્ટ આયોજન કરવા બદલ આભાર માનીને કરું. નિયંત્રિત સેશન દરમિયાન અમારી ચર્ચા ફળદાયક રહી હતી. તેનાથી અમારી પારસ્પરિક સમજણમાં વધારો થયો છે અને પરિપ્રેક્ષ્યોની વધારે જાણકારી મળી છે. પોતાના અસ્તિત્વના એક દાયકાથી વધારે સમય પછી બ્રિક્સે સહકાર સ્થાપિત કરવા માટે મજબૂત ફ્રેમવર્ક વિકસાવ્યું છે. અત્યારે અનિશ્ચિતતા તરફ દુનિયા સરકી રહી છે, ત્યારે આપણે દુનિયામાં સ્થિરતા અને વૃદ્ધિમાં પ્રદાન કરીએ છીએ. જ્યારે વેપાર અને અર્થતંત્ર આપણા સહકારનો પાયો છે, ત્યારે અત્યારે આપણા પ્રયાસો ટેકનોલોજી, પરંપરા, સંસ્કૃતિ, કૃષિ, પર્યાવરણ, ઊર્જા, સ્પોટર્સ અને આઇસીટીના વિવિધ ક્ષેત્રોને સ્પર્શ્યાં છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકે બ્રિક્સ દેશોમાં માળખાગત અને સ્થાયી વિકાસ માટે સંસાધનો ઊભા કરવા તેની કામગીરીને અનુરૂપ લોનની વહેંચણી કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે આપણી સેન્ટ્રલ બેંકોએ કોન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ સંપૂર્ણપણે કાર્યરત કરવા વિવિધ પગલાં લીધા છે. આ પ્રગતિના માપદંડો છે, જેના પર આપણે કામગીરી કરી શકીએ. આગળ જતા આપણા દેશો, લોકો આપણી સફરના કેન્દ્રમાં જળવાયેલા રહે એ મહત્વપૂર્ણ છે. મને એ કહેતા ખુશી થાય છે કે ચીને ગયા વર્ષે આપણા એક્સચેન્જમાં લોકો વચ્ચેના આદાનપ્રદાન પર ભાર મૂકવાનું પગલું લીધું છે. આ પ્રકારના સંબંધો આપણા જોડાણોને મજબૂત કરશે અને આપણી સમજણ વધારશે.
મહાનુભાવો,
ભારતની પોતાની પરિવર્તન લાવવાની લાંબી સફર પર અમારા નાગરિકોને ગર્વ છે. અમે ગરીબી નાબૂદ કરવા તેમજ સ્વાસ્થ્ય, સાફસફાઈ, કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા, જાતિ સમાનતા, ઊર્જા, શિક્ષણ અને નવીનતા સુનિશ્ચિત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. સ્વચ્છ ગંગા, અક્ષય ઊર્જા, ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટીઝ, હાઉસિંગ ફોર ઓલ અને સ્કિલ ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોએ સ્વચ્છ, હરિયાળા અને સર્વસમાવેશક વિકાસ માટે પાયો નાંખ્યો છે. તેઓ અમારા 800 મિલિયન યુવાનોની રચનાત્મક ઊર્જાનો લાભ પણ મેળવે છે. અમારા મહિલા સશક્તિકરણના કાર્યક્રમોએ ઉત્પાદકતામાં અનેકગણો વધારો કર્યો છે, જે રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવે છે. અમે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે કામગીરીને વિવિધ સ્તરે આગળ વધારી છે. આગળ જતા અમારા રાષ્ટ્રીય અનુભવોનો ઉપયોગ કરીને બ્રિક્સ દેશો તમામ માટે લાભદાયક પરિણામો માટે ભાગીદારીને મજબૂત કરી શકે છે. પારસ્પરિક સહકાર વધારવા માટે કેટલાક વિચારો આવે છે. સૌપ્રથમ, ગયા વર્ષે આપણે બ્રિક્સ રેટિંગ એજન્સીની રચના કરવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી. ત્યારથી નિષ્ણાતોનું જૂથ આ પ્રકારની એજન્સીની વ્યવહારિકતાનો અભ્યાસ કરી રહ્યું છે. હું અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે તેની રચના માટે રોડમેપને અંતિમ ઓપ આપવો જોઈએ. બે, આપણી સેન્ટ્રલ બેંકોએ તેમની ક્ષમતાઓને વધારવી જોઈએ અને ધ કોન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ અને આઇએમએફ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્રણ, આપણા દેશોના વિકાસ માટે વાજબી, વિશ્વસનિય અને સ્થાયી ઊર્જાની સુલભતા મહત્વપૂર્ણ છે. ઉપલબ્ધ તમામ સંશાધન પ્રવાહોનો ઉપયોગ કરવા આબોહવાને અનુકૂળ વિકાસ કરવા આપણું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને અક્ષય ઊર્જા વિવિધ મોરચે મહત્વપૂર્ણ છે. તેને ઓળખીને ભારતે ફ્રાંસ સાથે નવેમ્બર, 2015માં સંયુક્તપણે મુખ્ય આંતરરાષ્ટ્રીય પહેલ – ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) લોન્ચ કરી હતી. તે સૌર ઊર્જાનો વપરાશ વધારીને પારસ્પરિક લાભ માટે 121 દેશોનું જોડાણ ઊભું થશે. બ્રિક્સ દેશો સૌર ઊર્જાના એજન્ડાને મજબૂત કરવા આઇએસએ સાથે ગાઢપણે જોડાઈને કામ કરી શકે છે. આપણે પાંચ દેશો અક્ષય અને સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા એકબીજાને પૂરક કૌશલ્યો અને ક્ષમતાઓ ધરાવીએ છીએ. એનડીબી આ પ્રકારના સહકારને ટેકો આપવા આઇએસએ સાથે અસરકારક જોડાણ પણ સ્થાપિત કરી શકે છે. આપણે એનડીબી પાસેથી વધારે સ્વચ્છ ઊર્જા ફંડિંગ, ખાસ કરીને સૌર ઊર્જા મેળવવા ઇચ્છીએ. ચાર, આપણે યુવાનોની વધારે વસતિ ધરાવતા રાષ્ટ્રો છીએ. આપણે શક્ય હોય ત્યાં સુધી આપણી સંયુક્ત પહેલોમાં આપણા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. કૌશલ્ય વિકાસમાં સહકાર વધારી અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કિંમતી માધ્યમ બનશે. પાંચ, ગયા વર્ષે ગોવામાં આયોજિત સંમેલનમાં આપણે આપણા શહેરો વચ્ચે સહકારના સંદર્ભમાં સ્માર્ટ-સિટીઝ, શહેરીકરણ અને આપત્તિનિવારણ વ્યવસ્થાપન પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આપણે આ ટ્રેક પર વધારે ઝડપથી આગળ વધવાની જરૂર છે. છ, વૈશ્વિક વૃદ્ધિ અને પરિવર્તનના આગામી તબક્કા માટે ટેકનોલોજી અને નવીનતા પાયારૂપ છે. ભારત જાણે છે કે ટેકનોલોજી અને ડિજિટલ સંસાધનો ગરીબી અને ભ્રષ્ટાચાર દૂર કરવા શક્તિશાળી માધ્યમો છે. નવીનતા અને ડિજિટલ અર્થતંત્ર પર બ્રિક્સની મજબૂત ભાગીદારી વૃદ્ધિને વેગ આપવા, પારદર્શકતા વધારવા અને સ્થાયી વિકાસ લક્ષ્યાંકોને ટેકો આપવા મદદ કરી શકે છે. હું બ્રિક્સ ફ્રેમવર્ક હેઠળ સહયોગાત્મક પાયલોટ પ્રોજેક્ટનો વિચાર કરવાનું સૂચન કરીશ, જેમાં ખાનગી ઉદ્યોગસાહસિકતા સામેલ છે. છેલ્લે, કૌશલ્ય, સ્વાસ્થ્ય, માળખાગત, ઉત્પાદન અને જોડાણના ક્ષેત્રોમાં બ્રિક્સ અને આફ્રિકાના દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ માટે જોડાણ પર વધારે કેન્દ્રીત કામગીરીથી ભારતને ખુશી થશે.
મહાનુભાવો,
છેલ્લાં દાયકામાં આપણા દેશોના નેતાઓની બે પેઢીઓએ બ્રિક્સના ઉદય અને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આપણે વિશ્વસનિયતા, પ્રભાવ ઊભો કર્યો છે તથા વૃદ્ધિને વેગ આપ્યો છે. હવે આગામી દાયકો મહત્વપૂર્ણ છે. જ્યાં આપણે સ્થિરતા મેળવીએ, સ્થાયી વિકાસ અને સમૃદ્ધિ મેળવી શકીએ એવું વાતાવરણ ઊભું કરવાનું છે. આ પરિવર્તનનો પવન ફૂંકવામાં બ્રિક્સ નેતૃત્વ મહત્વપૂર્ણ બની રહેશે. જો આપણે બ્રિક્સ તરીકે આ ક્ષેત્રોમાં એજન્ડા નિર્ધારિત કરી શકીએ, તો દુનિયા આને સોનેરી દાયકા તરીકે ઓળખશે. ભવિષ્યના વિકાસશીલ બજારો સાથે પહોંચવાના આપણા સેગમેન્ટમાં હું અમારા કેટલાક વિચારો વહેંચીશ. મને ખાતરી છે કે તેનાથી બ્રિક્સને આપણી સહિયારી સફરમાં ભાગીદારીની નવી ઊંચાઈએ પહોંચવામાં મદદ મળશે. તમારો આભાર.
NP/J.Khunt/TR/GP
Here are highlights on my intervention at the BRICS Summit plenary session. https://t.co/DRFUwh8WCk
— Narendra Modi (@narendramodi) September 4, 2017
Talked about furthering cooperation in key areas like agriculture, energy, environment, climate change, sports & culture.
— Narendra Modi (@narendramodi) September 4, 2017
Shared details about India’s continuous efforts to eradicate poverty, ensure better healthcare, food security, sanitation & education.
— Narendra Modi (@narendramodi) September 4, 2017