પીએમઇન્ડિયા
આપ સૌનો આભાર
આપણા શાનદાર યુવા પ્રદર્શનકારોને આજે જોરદાર તાળીઓથી વધાવો.
રવિવારે શક્તિ દર્શાવવા માટે હાજર રહેવા બદલ આપનો આભાર.
રીડ હોફમેન, તમારી લિન્કડીન ખૂબજ સારી પ્રોડક્ટ છે. અને, તમે અત્રે અને ભારતમાં અનેક માટે પ્રેરણારૂપ છો.
આભાર, મોહન વેન્કી, એમ્બેસેડર.
અત્રે હોવું એ અત્યંત સુખદ આનંદ છે. મારા માટે, આ સ્પેશિયલ ઈવેન્ટ છે, કેમ કે સ્ટાર્ટ અપનો આઈડિયા મારા હદયની નજીક છે.
આપ સૌને એ જાણીને આશ્ચર્ય થશે કે સરકાર અને રાષ્ટ્રીય પાટનગરો અટકેલા અને ધીમા પડી ગયા છે, તે સ્ટાર્ટ અપ થતા નથી.
હું જાણું છું કે એક સમયે આવો અભિપ્રાય સિલિકોન વેલીથી વોશિંગ્ટન માટે મળતો હતો અને બરોબર એજ રીતે બેંગલોરમાંના ટેકનોલોજી નિષ્ણાતો દિલ્હી માટે વિચારે છે.
અને હું જાણું જ છું કે તમારામાંના ઘણાનું માનવું હશે કે એક વારના નિવેડાથી સમસ્યાનું સમાધાન નથી થતું કે જેના માટે તમે હજુ એપ્લિકેશન્સ લખી પણ ન હોય.
હું ગયા વર્ષે દિલ્હી સ્થળાંતરિત થયો ત્યારે મને હતું કે મારી સરકારે સ્ટાર્ટ અપ કરવું પડશે. તેથી મેં પણ તમારી જેમ અનેક વિઘ્નોનો સામનો કર્યો હતો.
હું આપના પડકારોને સમજી શકું છું, છતાં કંઈક નવું કરવા બદલ ખૂબજ સરસ લાગી રહ્યું છે.
માનવ ઈતિહાસ અને પ્રગતિની પ્રતિતિ કલ્પના, પ્રેરણા, શોધ અને નવી શોધ પરથી જોવા મળી શકે છે.
હું એ કહેવા માગીશ કે જોરથી પવન ફૂંકાય તો કેટલાક તેમની બારીઓ બંધ કરી લેતા હોય છે. અન્ય કેટલાક એવા પણ હો છે કે જેઓ તેમની પવન ચક્કી મૂકી દે છે અથવા તો દરિયામાં તેમની નાવને તરતી મૂકી દેતા હોય છે. કોઈક વસ્તુને પડકાર તરીકે લેવાના દરેકના જુદા તરીકા હોય છે, કેટલાક તક આળસ પૂર્વક જુએ છે તો કેટલા તેનાથી પહેલ કરે છે અને એના પરથી જ જે તે સ્થિતિ અને પ્રગતિ થઈ શકે છે.
આ વિશ્વમાં સ્ટાર્ટ અપનો આઈડિયા ઐતિહાસિક છે. દરેક આર્થિક આયુના તેના અગાઉ કરતા વધુ સ્પષ્ટ ફાંટા હોય છે, જે જૂનાને બદલે નવા વિચારો થકી તથા જૂનાને બદલે નવી વસ્તુઓ આવે છે.
સ્ટાર્ટ અપ હંમેશા પ્રગતિનું એન્જિન રહ્યું છે. આજના મોટા કોર્પોરેશન્સ ગઈકાલના સ્ટાર્ટ અપ છે.
સ્ટાર્ટ અપ માટે નવું વાતાવરણ મળી રહે તે માટે ડિજીટલ એજ ફળદ્રુપતા ઊભી કરી છે, કે જે કંઈક જુદું છે.
આ એ વિશ્વ છે કે જેમાં તમે સ્ત્રોતના અનુમાન વિના પ્રગતિ ન કરી શકો, પરંતુ તમારે વિચારો વિસ્તારવા પડે. એપ્લિકેશન્સની શોધ માટે ક્રિએટર્સ કરતા વધુ ક્ન્ઝ્યુમર્સનું મહત્ત્વ છે.
આજે, સ્ટાર્ટ અપ ગ્રોથના કુદરતી દરને જાળવે છે. અને એ આઈડિયા વર્ષમાં જ વૈશ્વિક નામ બની જાય છે. ગ્રાહકો લાખોની સંખ્યામાં વૃધ્ધિ પામતા હોય છે. માલિકો હજારોની સંખ્યામાં અને વેલ્યુએસન બિલિયન્સના દરે હોય છે.
ટેક્નલોજીનો સંપાત, જુદા જુદા ક્ષેત્રોમાંથી એકત્રિકરણ, આર્કિટેક્ચરની વહેંચણી અને આઈડિયા પર લોકોના પાછા ફરવાના ઈરાદાથી નવા વિશ્વના સંગઠનના દ્વારા ઉઘડ્યા છે.
ઈકોસિસ્ટમનો જન્મ સિલકોન વેલીમાં થયો. કેલિફોર્નિયાના આ ટાપુએ જે રીતે વિશ્વને ઢાળ્યું છે એ રીતે અન્ય કોઈ કોમ્યુનિટી ન કરી શકે.
એમાં માત્ર મોટા નામ જ નથી, પરંતુ નાની પેઢીઓ પણ છે કે જેણે દરરોજ માનવ જીવનને કલા અને ક્રિએટર્સથી સમૃદ્ધિના નવા રસ્તા શોધ્યા છે.
હું અમેરિકાની સફળતાની અને વિશ્વને પ્રેરણા આપવાની નોંધ લઉં છું.
તેથી હું સ્ટાર્ટ અપને, ટેક્નોલોજી અને ઈનોવેશન ભારતના પરિવર્તન માટે તથા યુવાઓ માટે રોજગારી ઊભી કરવાનું અસરકારક સાધન માનું છું.
અમારો દેશ 35 વર્ષથી નીચેની વયના 800 મિલિન યુવાઓ ધરાવે છે. તેઓ પરિવર્તન માટે આતુર છે, તેમનામાં આને જાળવવા માટેની ક્ષમતા અને જોમ છે અને તેને તેને હાંસલ કરવાનો વિશ્વાસ છે.
જ્યારે અમારા દરેક પાંચસો નગરમાંથી દસ પણ સ્ટાર્ટ અપ પ્રોડ્યુસ કરે અને અમારા છ હજાર ગામડાઓમાંના દરેક છ નાના વ્યવસાય ઊભા કરે, નિયમિત રીતે, તો આપણે અદભૂત આર્થિક સધ્ધરતાનું નિર્માણ કરી શકીએ તથા આપણા દેશમાં મોટા પ્રમાણમાં રોજી ઊભી કરી શકીશું.
ભારતની પોતાની સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ઝડપથી તૈયાર થઈ રહી છે. એ જુસ્સા, એન્ટરપ્રાઈઝ અને યુવાઓના ઈનોવેશન દ્વારા થઈ રહી છે.
અમારી પાસે દરેક સેક્ટરમાં જોરદાર વૃધ્ધિ અને અમર્યાદિત તકો સાથેનું વિશાળ બજાર છે. અમારી પાસે હવે નવા સાહસો માટે સંસ્થાઓ, પ્રોત્સાહનો અને રૂચિ છે. અમારી પાસે વિચારને પીઠબળ આપી શકે એવા અને જોખમ ખેડી શકે એવા ઈન્ક્યુબેટર્સ, એસ્કલેરેટર્સ અને ઈન્વેસ્ટર્સ છે.
ભારતે સ્ટાર્ટ અપ સાહસોમાં રહેલી તકોનો લાભ ઉઠાવવા માટે જોરદાર ઉત્સાહ અને ઊર્જા બતાવ્યા છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેઓની વૃધ્ધિ જોરદાર છે.
અમારી પાસે અત્રે ભારતમાંથી આવેલું શાનદાર સ્ટાર્ટ અપ ગ્રુપ છે. તેઓએ હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રિક્લચર, ક્લિન એનર્જી, સિક્યુરિટી, ગરીબોનો નાણાકીય બાબતોમાં સમાવેશ અને પાણીને શુદ્ધ કરવાની શક્યતાઓ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
અમારું સ્ટાર્ટ અપ માત્ર કોમર્શિયલ સફળતાની વાતોનું જ પ્રતિનિધિત્વ નથી કરતું પરંતુ સામાજિક સંશોધનનું શક્તિશાળી ઉદાહરણ પુરૂં પાડે છે.
ભારતમાંના લોકો જે ગતિથી ડિજીટલ ટેક્નોલોજીને સ્વિકારી રહ્યા છે એ બાબત જ અમારી ઉંમર, શિક્ષણ, ભાષા અને આવકની પ્રથા દર્શાવે છે.
અત્રે આશરે બિલિયન લોકો ભારતમાં સેલ ફોન ધરાવે છે, લાખો મિલિયન્સ સમાર્ટ ફોન અને ઈન્ટરનેટ વાપરનારાઓ છે કે જેમાં બેવડી સંખ્યાં વધારો થઈ રહ્યો છે.
ભારતના વિકાસની માત્રા વિશાળ જરુરિયાત છે. અને તે તાત્કાલિક પાર પાડવાની જરુર છે.
અમે વિકાસ માટે પરંપરાગત સામાન્ય રસ્તે નહીં જઈએ.
ડિજીટલ ઈન્ડિયા પાછળનો આ દ્રષ્ટીકોણ અને સ્પિરિટ છે કે જે અંગે હું ગત રાત્રે બોલ્યો હતોઃ ટેકનોલોજીનો ગવર્નન્સમાં બદલાવ માટે ઉપયોગ, નાગરિકોને સત્તા આપવી, તકોના વાડા તોડી નાખવા, સામાજિક બદલાવને ગહન બનાવવો, વિકાસની માપ અને ગતિ સુધારવા, સર્વિસ આપવાની વ્યવસ્થા સુધારવી, ગરીબો માટે પોસાય એવી પ્રોડક્ટ ડિઝાઈન કરવી, ચોક્કસ જૂથો માટે સેવાઓને કસ્ટમાઈઝ કરવી અને અમારા વિશ્વમાં વધુ ટકાઉ હોય એવું ભાવિ નિર્મિત કરવું.
સ્ટાર્ટ અપ અમારા વિઝનને પ્રાપ્ત કરવા માટે મહત્તવની ભૂમિકા અદા કરશે.
સર્વિસિસ આપવા માટે માળખાકીય સવલતો ઊભી કરવાથી માંડીને, માનવ સંશાધન વિકાસની પ્રોડક્ટ માટે ઉત્પાદનથી, સરકારોને નાગરિકોને સમર્થ બનાવવા અને ડિજીટલ જ્ઞાન આપવામાં મદદ કરીને, તમારા માટે ડિજીટલ ઈન્ડિયામાં વિશાળ સાયબર વર્લ્ડની તકો ઊભી કરશે.
હું સ્ટાર્ટ અપને ટૂંકા ગાળાના રોકાણ તરીકે નથી જોતો પરંતુ તેને લાંબા ગાળાનું કમિટમેન્ટ માનું છું.
આપણી ઉધમશિલતા અને સાહસિકતા આપણા અનુમાન પુરતી જ મર્યાદિત છે.
આજે અત્રે અમારી સાથે અમારું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે કે તેના પોર્ટલ પર ફ્રિ ડેટા પૂરા પાડે છે. છેલ્લા કેટલાક માસમાં અમે સમગ્રતઃ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટમાં સ્પેસ ટેક્નોલોજીની 170 એપ્લિકેશન્સ રજૂ કરી છે.
આમાંની અનેક ભારતમાં નવા સાહસ માટેની માધ્યમ પણ બની શકે છે.
પરંતુ આ માત્ર ડિજીટલ પ્લેટફોર્મ પર તકો ઊભી કરવાથી જ કે શહેરી એન્ટરપ્રાઈઝીસ દ્વારા એડવાન્સ સાયન્સથી શક્ય નથી.
હું એવો આઈડિયા જોવા માગું છું અને સ્ટાર્ટ અપ થકી અર્થતંત્ર ધમધમતું થાય અને ગ્રામીણ ભારતના લોકોનું ભાવી પલટાય. હેન્ડીક્રાફ્ટથી ટૂરિઝમ પુષ્કળ તકો છે અને ભારતમાં પહોંચવાની ગતિ પણ સાનૂકૂળ છે.
હું આ વિશેષ કરીને ગ્રામીણ મહિલાઓ માટે ઈચ્છું છું, કે જેઓએ તેમને તક મળી ત્યારે એન્ટરપ્રાઈઝમાં જોરદાર સફળતા બતાવી છે. તેઓએ અમારા ગ્રામીણ અર્થતંત્રમાં જ નહીં અમારા સમાજમાં પણ પરિવર્તન આણ્યું છે.
અમારા ડેવલોપમેન્ટ મોડેલ પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની વાત કરે છે. હું ત્રીજા સેક્ટરની વાત કરું છું, ઈન્ડિવ્યુડિયલ એન્ટરપ્રાઈસીસ, માઈક્રો એન્ટરપ્રાઈસીસ અને માઈક્રો ફાઈનાન્સના પર્સનલ સેક્ટરની.
તેથી મેં આ વર્ષે મારા સ્વાતંત્ર્ય દિનના ભાષણમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા પર વધુ જોર આપ્યું હતું.
અમે અમારા મિશનને સપોર્ટ કરે એવી સ્કિમ લોન્ચ કરી. અને હું આપને ખાતરી આપું છું કે એ તમારી સર્જનાત્મકતાને લાંબી સરકારી પ્રક્રિયામાં નહીં અટવાવા દે.
એમાંની એક છે અટલ ઈનોવેશન મિશન, કે જે ભૂતપૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજીના નામ સાથે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા રજૂ કરાઈ છે.
અન્ય છે સેતુ, જેનો હિન્દીમાં પૂલ એવો અર્થ થાય છે – સ્વ રોજગાર અને પ્રતિભાનો ઉપયોગ (સેતુ). આ ઈન્ક્યુબેશન અને ફેસિલિટેશન કાર્યક્રમ છે.
અમે ડિઝાઈનના સપોર્ટ માટે, ડેવલોપમેન્ટ અને નવી પ્રોડક્ટને લોન્ચ કરવા ઈલેટ્રોનિક્સ ડેવલોપમેન્ટ ફંડ પણ ઊભું કર્યું છે.
અમે અમારા કાયદા અને પ્રક્રિયાઓમાં સુધારો કરી રહ્યા છીએ અને ભારતમાં બિઝનેસ કરવો અને શરૂ કરવામાં સરળતા રહે એવી જોગવાઈ કરી રહ્યા છીએ.
અમે અમારું ડિજીટલ માળખું અને સેવાઓ અનુકૂળ અને પોસાય એવી બનાવી રહ્યા છીએ તથા છ લાખ ગામડાઓમાં પણ બ્રોડબેન્ડ લાવી રહ્યા છીએ અને સ્કૂલ, યુનિવર્સિટીઓ તથા જાહેર સ્થળોએ વાઈફાયની વ્યવસ્થા પણ કરવા જઈ રહ્યા છીએ.
અમે ડેટા પ્રાયવસી અને સિક્યુરિટી, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અને સાયબર સિક્યુરિટીને પણ ખૂબજ મહત્વ આપી રહ્યા છીએ.
તેથી મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને ડિઝાઈન ઈન્ડિયા તકોની વણઝાર સર્જશે.
તેથી મિત્રો, અમને સ્ટાર્ટ અપનો વિચાર આવ્યો એટલે સ્વભાવિક છે કે અમે અમારી પહેલી વિદેશી ઈવેન્ટ માટે સિલિકોન વેલી પર પસંદગી ઊતારી હતી.
ભારત અને યુનાઈટેડ સ્ટેટ વચ્ચે કુદરતી રીતે સર્જનાત્મકતા અને ટેકનોલોજી બાબતે ભાગીદારી છે જ કે જે નોલેજ ઈકોનોમીને ઘડે છે.
મેં કહ્યું છે કે સ્ટાર્ટ અપ માટેના 15 ટકા એકાઉન્ટ અહીં છે. ભારતના લાખોમાંના હજારો પ્રોફેશનલ્સ અહીં અને ભારતમાં છે તથા તેઓ યુએસ એન્ટરપ્રાઈસની વૈશ્વિક સફળતામાં યોગદાન આપી રહ્યા છે. આજે એમાંના કેટલાક નેતૃત્વ કરી રહ્યા છે.
અમારી યુનિવર્સિટીઓ, લેબ્સ અને ફર્મસ સાથે મળીને આગામી પેઢી માટે એડવાન્સ્ડ ફ્યુલ્સ, સોલાર એનર્જી અને એનર્જી એફિશિયન્સી પર કામ કરી રહ્યા છે.
સ્ટેન ફોર્ડના યુવા સ્કોલર્સ ભારતીય સમકક્ષો સાથે મળીને દિલ્હીમાં ગ્રામીણ ભારત માટે પોસાય એવી બાયોમેડિકલ ડિવાઈસ બનાવી રહ્યા છે.
એમઆઈટી તાતાના ખેતવર્કસ કેન્દ્રએ સોલાર આધારિત ઈરિગેશન સિસ્ટમથી નાના ખેડૂતોનું જીવન બદલી નાખ્યું છે.
અમારી સાથે અત્રે સ્ટેન ફોર્ડમાંના યુવા ભારતીય સાયન્ટિસ્ટ મનુ પ્રકાશ છે કે તેમના નામે યુનિવર્સિટીમાં લેબ છે.
આ અમારા સહકાર અને જોડાણની શક્તિ છે. અહીં બેસીને તમે અંતરિયાળ ગામના યુવા બાળકના જીવનને સ્પર્શી શકો છો.
મને આશા છે કે ભારતના નાના નગરોની યુવતીઓ આજે એક્ઝીબિટર્સ તરફ જુએ અને તેમના પોતાના પ્રોજેક્ટના સ્વપ્ન જુએ.
આ ડિજીટલ બ્રિજની શક્યતા છે – કે જેનાથી અંતર ધરાવતા જીવોને કનેક્ટ કરી શકાય અને તેમની તકદીર અને ભવિષ્ય બદલી શકાય.
આ યુવાઓની અને સર્જનાત્મકતાની ક્ષમતા છે.
આનાથી ભારત અને યુનાઈટેડ સ્ટેટ વચ્ચેની ભાગીદારી પ્રોત્સાહિત થાય છે, કે જે આપણા બન્ને દેશો વચ્ચે આધુનિક સમૃધ્ધિ દર્શાવે છે અને આપણી સૈદ્ધાંતિક ભાગીદારીને નવું ભાથું પુરું પાડે છે.
આનાથી આપણે ડિજીટલ કન્ટ્રીમાં નેતૃત્વ કરવા સક્ષમ બનીશું અને માનવ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરી શકીશું તથા વૈશ્વિક પડકારોનો સામનો કરી શકીશું.
હું આજે ઘણી બધી ભાગીદારી ઊભી થતા પ્રસન્ન થયો છું.
હું આજે ભારત ફંડ લોન્ચ કરતા ગર્વ અનુભવું છું – કે જે માત્ર ભારત માટે જ નહીં હોય પરંતુ વધુ સારા સ્વાસ્થ્ય, કૃષિ, રિન્યુએબલ અને ટેકનોલોજીસ માટે પણ હશે.
હું ભારતમાં સ્ટાર્ટ અપ માટે ક્વોલકોમે 150 મિલિયન યુએસડીના ફંડની જાહેરાત કરતા ખૂબ ખુશ છું. તેથી હું ઈચ્છીશ કે સ્ટાર્ટ અપ માટે વધુ સપોર્ટિવ વાતાવરણ ઊભું કરવા તેના મૂલ્યવાન સૂચનો પર ધ્યાન અપાય.
હું જાણું છું કે તમે તમારી પ્રતિભા અને સાહસથી સફળ થશો. પરંતુ તમારે જ્યારે મદદની જરૂર હોય અથવા તમને તમારા માર્ગમાં વિઘ્નો જણાય તો અમે આપના માટે ત્યાં હાજર છીએ.
આ વિશેષ ઈવેન્ટના આયોજન બદલ હું નાસ્કોમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને ટીઆઈઈ સિલિકોન વેલીનો આભાર માનું છું.
મને વિશ્વાસ છે કે તમે ભારતમાં અનેક યુવા પ્રતિભાઓને પ્રેરણા આપશો, લાખો નવા સ્વપ્નો લોન્ચ થશે અને અનેક ભારત-યુએસ ભાગીદારીના બીજ પણ રોપાશે.
આભાર.
AP/J.Khunt/GP
Idea of Start Ups is ancient. Each economic age is defined by disruption of previous one by evolution of ideas that displace old ones: PM
— PMO India (@PMOIndia) September 27, 2015
Today, the Startups defy the natural rates of growth. An idea can become a global name within a year: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 27, 2015
India’s own ecosystem of startups is evolving rapidly. It is driven by the energy, enterprise and innovation of our youth: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 27, 2015
India has woken up to potential of Startup Ventures with great enthusiasm & energy. In the past few years they have grown exponentially: PM
— PMO India (@PMOIndia) September 27, 2015
Scale of India's development needs is huge.Need to achieve it is urgent. We cannot simply continue on traditional paths to development: PM
— PMO India (@PMOIndia) September 27, 2015
I see Startups, not as short term investments but as long term commitments: PM @narendramodi https://t.co/4cGFrfa2jZ
— PMO India (@PMOIndia) September 27, 2015
I want to see the idea and the spirit of Startups light up the economies and the fortunes of people in rural India: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 27, 2015
Unbelievable vibrancy & enthusiasm at India-US start-up Konnect. Start-ups are natural engines of growth & are key to India's transformation
— Narendra Modi (@narendramodi) September 28, 2015
I elaborated on how the Govt. is encouraging the creation of a dynamic start-up ecosystem that will transform the lives of India's youth.
— Narendra Modi (@narendramodi) September 28, 2015
Start-ups are more than commercial success stories. They are powerful examples of social innovation. http://t.co/MsdQ4ffv3e
— Narendra Modi (@narendramodi) September 28, 2015