પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણની સમીક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
FDI નીતિ સુધારણાની મહત્ત્વપૂર્ણ અસરો અને ફાયદા
પૂર્વભૂમિકા
FDI આર્થિક વૃદ્ધીનું મહત્ત્વપૂર્ણ ચાલકબળ અને દેશના આર્થિક વિકાસ માટે બિન-ઋણ ધીરાણનો સ્રોત છે. સરકારે FDI ઉપર રોકાણકારો માટે અનુકૂળ નીતિ અમલમાં મુકી છે, જે અંતર્ગત મોટાભાગના ક્ષેત્રો/પ્રવૃતિઓમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100% FDIને પરવાનગી અપાઇ છે. ભારતને આકર્ષક રોકાણ મુકામ બનાવવા માટે તાજેતરના વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં FDI નીતિની જોગવાઇઓને ક્રમિક રીતે ઉદાર બનાવવામાં આવી છે. કેટલાક ક્ષેત્રોમાં સંરક્ષણ, બાંધકામ વિકાસ, ટ્રેડિંગ, દવા ઉદ્યોગ, ઊર્જા વિનિમય, વીમા, પેન્શન, અન્ય નાણાકીય સેવાઓ, મિલકત પુનઃનિર્માણ કંપનીઓ, પ્રસારણ અને નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ સુધારાઓએ છેલ્લા 5 વર્ષોમાં ભારતમાં વિક્રમજનક FDIનો પ્રવાહ આકર્ષવામાં ફાળો આપ્યો છે. પાંચ વર્ષના અગાઉના સમયગાળા (2009-10 થી 2013-14)ના દરમિયાન 189 અબજ ડોલરની સરખામણીમાં 2014-15થી 2018-19ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ FDIની રકમ 286 અબજ ડોલર છે. વાસ્તવમાં 2018-19માં કુલ FDI 64.37 અબજ ડોલર (કામચલાઉ આંકડા) FDI કોઇપણ નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા FDIમાં સૌથી વધારે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક FDI પ્રવાહ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. UNCTADના વિશ્વ રોકાણ અહેવાલ, 2019 અનુસાર વૈશ્વિક વિદેશી સીધા રોકાણ (FDI) પ્રવાહમાં 2018માં 13% ઘટાડો થયો છે, જે અગાઉના વર્ષમાં 1.5 ટ્રિલિયન ડોલરથી ઘટીને 1.3 ટ્રિલિયન ડોલર થઇ ગયો છે. આ સતત ત્રીજા વર્ષે નોંધાયેલો વાર્ષિક ઘટાડો છે. ધૂંધળી વૈશ્વિક તસવીર છતાં ભારત વૈશ્વિક FDI પ્રવાહ માટે પસંદગીનું અને આકર્ષક મુકામ બની રહ્યું છે. જોકે, એવું અનુભવવામાં આવ્યું છે કે દેશ હજુ વધારે વિદેશી રોકાણ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે જેને FDI નીતિના ક્ષેત્રને વધારે ઉદાર અને સરળ બનાવીને પ્રાપ્ત કરી શકાય છે.
કેન્દ્રીય બજેટ 2019-20માં નાણા મંત્રીએ ભારતને વધારે આકર્ષક FDI મુકામ બનાવવા માટે FDI અંતર્ગત નફાને વધુ સંચિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે અનુસાર સરકારે FDI નીતિમાં સંખ્યાબંધ સુધારાઓ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારોની વિગતો નીચે આપેલા ફકરાઓમાં આપવામાં આવી છે.
કોલસા ખનન
વર્તમાન FDI નીતિ અનુસાર, ઊર્જા પ્રોજેક્ટ, લોહ અને સ્ટીલ અને સિમેન્ટ એકમોના વિપુલ વપરાશ માટે કોલસા અને લિગ્નાઇટ ખનન માટે ઓટોમેટિક રૂટ અંતર્ગત 100% FDIને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લાગુ પડતા કાયદા અને નિયંત્રણોને આધીને અન્ય લાગુ પડતી પ્રવૃતિઓને માન્યતા અપાઇ છે. વધુમાં, રાખ જેવા કોલ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના માટે પણ ઓટોમેટિક રૂટ અંતર્ગત 100% FDIને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરી તે શરતને આધીન છે કે કંપની કોલસા ખનન કરશે નહીં અને તેના કોલ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી કોલસાની રાખ અથવા કોલસાના ટુકડા ખુલ્લા બજારમાં વેચશે નહીં અને કોલસાની રાખ અથવા કોલસાના ટુકડા તેવા પક્ષકારોને વેચશે જે રાખ અથવા કોસલાના ટુકડા માટે કોલસાની પ્રક્રિયા કરતાં પ્લાન્ટને કાચો કોલસો પુરો પાડી રહ્યાં હોય.
કોલસા ખનન (વિશિષ્ટ જોગવાઇ) કાયદો, 2015 અને સમય સમય પર થયેલા સુધારા મુજબ ખાણ અને ખનન (વિકાસ અને નિયંત્રણ) કાયદો, 1957 અને આ વિષય ઉપર અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઇઓને આધીન પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કોલસા ખનન પ્રવૃતિઓ માટે કોલસાના વેચાણ માટે ઓટોમેટિક રૂટ હેઠળ 100% FDIને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. “સહયોગી પ્રોસેસિંગ માળખા”માં રાખ, ક્રશિંગ, કોલસા સંભાળ અને વિભાજન (ચુંબકીય અને બિન-ચુંબકીય)નો સમાવેશ થશે.
કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ
સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ (SBRT)
ડિજિટલ મીડિયા
વર્તમાન FDI નીતિ ‘સમાચાર અને વર્તમાન પ્રવાહો’ TV ચેનલના અપ-લિંકિગમાં એપ્રુવલ રૂટ અંતર્ગત 49% FDIની જોગવાઇ કરે છે. હવે પ્રિન્ટ મીડિયાની જેમ જ ડિજિટલ મીડિયા દ્વારા સમાચારો અને વર્તમાન પ્રવાહોના અપલોડિંગ/સ્ટ્રિમિંગ માટે સરકારી રૂટ હેઠળ 26% FDIને પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
RP