પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે તેમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુ તેમજ ઉત્તમ આરોગ્ય માટે શુભકામના કરી હતી.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડૉ. જોસેફ માર થોમાએ તેમનું સંપૂર્ણ જીવન આપણા સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું છે. તેમણે ટાંક્યું હતું કે, “ડૉ. જોસેફ માર થોમા ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ અને ગરીબી નાબૂદી માટે ખૂબ ઉત્સાહિત રહ્યા છે. માર થોમા ચર્ચ ભગવાન ઇસુ ખ્રિસ્તના ધર્મદૂત સંત થોમસના ઉમદા વિચારો સાથે ખૂબ જ નીકટતાથી જોડાયેલું છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઇપણ સ્રોતોમાંથી આવતા આધ્યાત્મિક પ્રભાવ માટે હંમેશા મુક્ત રહ્યું છે. ડૉ. જોસેફ થોમાના ઉપદેશ “નમ્રતા એવો એક સદગુણ છે જે હંમેશા સારા કાર્યોની ફળશ્રુતિ આપે છે” તેનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વિનમ્રતાના આ જુસ્સાને ધ્યાનમાં રાખીને જ માર થોમા ચર્ચે આપણા ભારતીય અનુયાયીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કર્યું છે. ખાસ કરીને આરોગ્ય સંભાળ અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું કાર્ય નોંધનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, માર થોમા ચર્ચે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને ભારતીય એકતા પ્રત્યે તેમણે અગ્ર મોરચે રહીને કામ કર્યું છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 એ માત્ર એક શારીરિક બીમારી નથી જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે પરંતુ આપણી બિન-આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પણ આપણું ધ્યાન દોરે છે. તેમણે કહ્યું કે, આ વૈશ્વિક મહામારી સૂચવે છે કે, સમગ્ર માનવજાતને ઉપચારની જરૂર છે અને પ્રેક્ષકોને કહ્યું હતું કે, આપણી પૃથ્વી પર સૌહાર્દ અને ખુશીઓ જળવાઇ રહે માટે તે માટે સૌએ શક્ય હોય એવા તમામ પ્રયાસો કરવા. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના યોદ્ધાઓના શક્તિબળના કારણે આજે ભારત દૃઢતાપૂર્વક કોરોના-19 સામે લડત આપી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે સરકાર દ્વારા સંખ્યાબંધ પહેલ કરવામાં આવી છે અને લોકો દ્વારા આ બીમારી સામેની લડાઇ હાથ ધરવામાં આવી છે, જેના કારણે ભારત અન્ય ઘણા રાષ્ટ્રોની સરખામણીએ બહેતર સ્થિતિમાં છે અને ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આના કારણે વાયરસની અસરો અપેક્ષા કરતા ઓછી રહી છે. તેમણે ખાસ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડના કારણે મૃત્યુદર 12ની નીચે છે જ્યારે તેની સરખામણીએ ઇટાલીમાં એક લાખ વ્યક્તિએ 574 મૃત્યુદર છે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા, બ્રિટન, સ્પેન અને ફ્રાન્સના આંકડા પણ ભારત કરતા વધારે છે. તેમણે ઉમેર્યું કે, લાખો ગામડાંઓ, 85 કરોડ લોકોના ઘરોને હજુ સુધી કોરોના વાયરસ સ્પર્શ્યો સુદ્ધા નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19 સામે લોકો દ્વારા લડવામાં આવી રહેલી આ લડાઇએ અત્યાર સુધીમાં ઘણા સારા પરિણામો આપ્યાં છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણાં હથિયારો હેઠાં મુકવા જોઇએ નહીં. તેમણે કહ્યું કે, આપણે હવે વધુ કાળજી રાખવાની છે, માસ્ક પહેરવાના છે, સામાજિક અંતર ‘દો ગજ કી દૂરી’નું ધ્યાન રાખવાનું છે, ભીડવાળા સ્થળોએ જવાનું ટાળવાનું છે. આ બધુ હવે વધુ મહત્વનું થઇ ગયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારત સરકારે ટુંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને પ્રકારે અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકલક્ષી અને વિકાસલક્ષી નિર્ણયો દરિયાથી માંડીને અવકાશ સુધી, ખેતરથી માંડીને ફેક્ટરીઓ સુધી તમામ ક્ષેત્રોમાં લેવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના આહ્વાનથી ચોક્કસપણે વધુ મજબૂત થશે અને દરેક ભારતીયની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.
તાજતેરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના રૂપિયા વીસ હજાર કરોડથી વધુ રકમના રોકાણ સાથે શરૂ કરવામાં આવી છે જે મત્સ્ત્ય પાલન ક્ષેત્રે પરિવર્તન લાવશે, નિકાસની કમાણીમાં વૃદ્ધિ કરશે અને અંદાજે પચાસ લાખથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, બહેતર ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મૂલ્ય સાંકળો વધુ મજબૂત થઇ શકશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેરળમાં માછીમારોને વિવિધ યોજનાઓથી ઘણો સારો લાભ પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક સુધારાથી અવકાશીય સંપત્તિઓ અને પ્રવૃત્તિઓનો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ સુનિશ્ચિત થશે. ડેટા અને ટેકનોલોજીના ઍક્સેસમાં સુધારો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કેરળમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેટલાક યુવાનો કે જેમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ રસ છે તેમને આ સુધારાઓથી ઘણો લાભ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને વિકાસનું એન્જિન બનાવવા માટે સરકાર સંવેદનશીલતા અને લાંબાગાળાની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નિર્ણયો માત્ર દિલ્હીમાં આરામદાયક ઓફિસોમાં બેસીને ચાર દિવાલોની વચ્ચે નથી લેવામાં આવતા પરંતુ પાયાના સ્તરે લોકોના પ્રતિભાવો જાણ્યા પછી નિર્ણયો લેવામાં આવે છે. આનાથી દરેક ભારતીયને બેંક ખાતાંનો ઍક્સેસ, 8 કરોડથી વધુ પરિવારોને ધુમાડા વગરના રસોડાં ઉપલબ્ધતા, ઘરવિહોણા હોય તેવા 1.5 કરોડથી વધુ પરિવારોને પોતાનું ઘર આપવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને આયુષમાન ભારત યોજના અંતર્ગત ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનાનું ઘર બની શક્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો માટે, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની યોજના લાવવામાં આવી છે જેનાથી તેઓ દેશમાં ગમે ત્યાંથી રેશન મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થઇ છે. મધ્યમવર્ગના લોકો માટે, સંખ્યાબંધ પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી તેમનું વધુ સરળ બની શકે. ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે, સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અલગ અલગ યોજનાઓ મારફતે તેમના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે અને લગ્નના બંધનના કારણે તેમની કારકિર્દીનો માર્ગ અવરોધાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ અથવા ભાષા વચ્ચે કોઇ જ ભેદભાવ રાખતી નથી અને 130 કરોડ ભારતીયોને સશક્ત કરવાની એકમાત્ર ઇચ્છા સાથે કામ કરે છે અને ભારતનું બંધારણ અમારું માર્ગદર્શન કરે છે.
કેવી રીતે આપણી ક્રિયાઓ રાષ્ટ્રાના વિકાસમાં યોગદાન આપી શકે છે તેના પર વિચાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારત કહી રહ્યું છે કે – આપણે સ્થાનિક સ્તરે ઉત્પાદનો તૈયાર કરીશું અને સ્થાનિક ઉત્પાદનો ખરીદીશું. આનાથી ભારતમાં સંખ્યાબંધ પરિવારોમાં સમૃદ્ધિનો દીપક પ્રગટશે.
પૃષ્ઠભૂમિ:
માલનકારા માર થોમા સિરિયન ચર્ચ ખાસ કરીને માર થોમા ચર્ચ તરીકે વધુ પ્રખ્યાત છે જે કરળમાં આવેલા સૌથી પ્રાચીન અને સ્વદેશી ચર્ચોમાંથી એક છે. એવી પરંપરાગત માન્યતા છે કે, ઇ.સ. 42માં ભગવાન ઇસુ ખ્રિસ્તના ધર્મદૂત સંત થોમસ ભારતમાં આવ્યા હતા અને તેમણે આ ચર્ચની સ્થાપના કરી હતી. હાલમાં આ ચર્ચના વડા 21મા માલનકારા મેટ્રોપોલિટન, પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા છે જેઓ છેલ્લા 13 વર્ષથી આ ચર્ચના વડા તરીકે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અને તે પછી રાષ્ટ્રમાં કટોકટીના સમયમાં માર થોમા ચર્ચે લોકશાહીના મૂલ્યો અને રાષ્ટ્રવાદની લાગણીને જાળવી રાખી હતી. આ ચર્ચ માનવજાતની સેવા કરવા માટે અને વિવિધ સમાજ કલ્યાણની સંસ્થાઓ, અનાથાલયો, હોસ્પિટલો, કોલેજો, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે પ્રતિબદ્ધ છે. ભૂકંપ, પૂર, સુનામી વગેરે જેવા મુશ્કેલીના સમયમાં આ ચર્ચે વિવિધ રાજ્યોમાં રાહત અને પુનર્વસનની કામગીરીમાં ભાગ લીધો છે.
GP/DS
Addressing the 90th birthday celebrations of The Most Rev. Dr. Joseph Mar Thoma Metropolitan. https://t.co/9AUWwJgqZd
— Narendra Modi (@narendramodi) June 27, 2020
We have gathered to mark the special occasion of the 90th birthday of Most Revered Doctor Joseph Mar Thoma
— PMO India (@PMOIndia) June 27, 2020
Metropolitan.
I convey my greetings to him, and I wish him a long life and best health: PM @narendramodi
Dr. Joseph Mar Thoma has devoted his life for the betterment of our society and nation.
— PMO India (@PMOIndia) June 27, 2020
He has been particularly passionate about removal of poverty and women empowerment: PM @narendramodi
The Mar Thoma Church is closely linked with the noble ideals of Saint Thomas, the Apostle of Lord Christ.
— PMO India (@PMOIndia) June 27, 2020
India has always been open to
spiritual influences from many sources: PM @narendramodi
It is with this spirit of humility that the Mar Thoma Church has worked to bring a positive difference in the lives of our fellow Indians. They have done so in areas such as healthcare and education: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
The world is fighting a strong battle against a global pandemic. COVID-19 is not only a physical sickness that is a threat to lives of people. It also takes our attention to unhealthy life-styles: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
You would be happy to know that powered by our Corona warriors, India is firmly fighting COVID-19. Earlier this year, some people had predicted that the impact of the virus in India would be very severe: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
Due to lockdown, many initiatives taken by the Government and a people driven fight, India is much better placed than many other nations. India's recovery rate is rising: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
A people driven fight has given good results so far but can we let our guard down? Not at all. In fact, we have to be even more careful now. Wearing masks, social distancing, ‘दो गज की दूरी’, avoiding crowded places, remain important: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
In the last few weeks, the Government of India has addressed both short-term and long-term issues relating to the economy. From the sea to space, from the farms to the factories, people-friendly and growth friendly decisions have been taken: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
We want to ensure better technology, infrastructure and making value chains stronger. I am confident my fishermen sisters and brothers in Kerala will gain from this scheme: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
We have taken decisions not from comfortable Government offices in Delhi but after feedback from people of the ground. It is this spirit that ensured every Indian has access to a bank account: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
Over 8 crore families have access to smoke free kitchens. Over one point five crore houses have been made to give shelter to the homeless. India is home to the largest healthcare scheme in the world, Ayushman Bharat: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
For the poor, we are bringing one nation-one ration card scheme to help them where they are. For the middle class, we have brought a number of initiatives, to boost Ease of Living. For farmers, we have increased the MSP and made sure they get the right price: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
The Government of India does not discriminate between faith, gender, caste, creed or language. We are guided by the desire to empower 130 crore Indians and our guiding light is the Constitution of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020
Think of this- how can our actions contribute to national development? Today India is saying- we will produce locally and also buy local products. This will light the lamp of prosperity in the homes of many: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2020