Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંધ્રપ્રદેશના કાકીનાડામાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની જાહેરાત કરી છે. તદુપરાંત, વિસ્ફોટમાં જેઓ ઘાયલ થયા છે તેમને રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જાનહાનિથી દુઃખી છું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.

PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે”

ఆంధ్రప్రదేశ్‌, కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది”

SM/BS/JD