પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરીને ગૌરવ અનુભવે છે. તેમણે નોંધ્યું કે તેમની હાજરી ભારત–યુરોપિયન યુનિયન ભાગીદારીની વધતી જતી તાકાત અને સમાન મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપ વચ્ચે ગાઢ બનતા જોડાણ અને સહકારને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની પ્રચંડ સુરક્ષા પ્રણાલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રની સજ્જતા, તકનીકી ક્ષમતા અને તેના નાગરિકોની સુરક્ષા માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડે ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓની ઝલક આપી છે. તેમણે કહ્યું કે ભારતના સુરક્ષા દળો ખરેખર રાષ્ટ્રનું ગૌરવ છે, અને પરેડ દરમિયાન તેમની પ્રભાવશાળી હાજરી દર્શાવતી ઝલક શેર કરી હતી.
તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક વિવિધતા (cultural mosaic) નું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પરેડમાં જીવંત પ્રદર્શન અને ઝાંખીઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી, જે રાષ્ટ્રના સમૃદ્ધ અને વિવિધ વારસાને પ્રતિબિંબિત કરે છે.
X પોસ્ટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારતે ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.
કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે આપણી લોકશાહીની તાકાત, આપણા વારસાની સમૃદ્ધિ અને આપણા રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું.
અહીં કેટલીક ઝલક છે…”
India celebrated Republic Day with great enthusiasm and pride.
The magnificent parade at Kartavya Path showcased the strength of our democracy, the richness of our heritage and the unity that binds our nation together.
Here are some glimpses… pic.twitter.com/0wqbrR0Phx
— Narendra Modi (@narendramodi) January 26, 2026
“આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો.
અહીં કેટલીક વધુ ઝલક છે…”
Kartavya Path witnessed a powerful display of national pride as the Republic Day celebrations took place today.
Here are some more glimpses… pic.twitter.com/Ujq9BUlHGA
— Narendra Modi (@narendramodi) January 26, 2026
“આપણી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરવી એ ભારત માટે સૌભાગ્યની વાત છે.
તેમની હાજરી ભારત–યુરોપિયન યુનિયન ભાગીદારીની વધતી જતી મજબૂતી અને વહેંચાયેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
આ મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપ વચ્ચે ગાઢ બનતા જોડાણ અને સહકારને વેગ આપશે.
@antoniocostapm
@vonderleyen
@EUCouncil
@EU_Commission”
India is privileged to host European Council President António Costa and European Commission President Ursula von der Leyen during our Republic Day celebrations.
Their presence underscores the growing strength of the India-European Union partnership and our commitment to shared… pic.twitter.com/tdKuI6oKyp
— Narendra Modi (@narendramodi) January 26, 2026
“પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની પ્રચંડ સુરક્ષા પ્રણાલી પ્રદર્શિત કરવામાં આવી હતી, જે રાષ્ટ્રની સજ્જતા, તકનીકી ક્ષમતા અને તેના નાગરિકોની સુરક્ષા માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
The Republic Day parade showcased India’s formidable security apparatus, reflecting the nation’s preparedness, technological capability and unwavering commitment to safeguarding its citizens. pic.twitter.com/4ju3FGtt9R
— Narendra Modi (@narendramodi) January 26, 2026
“પ્રજાસત્તાક દિવસની પરેડે ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓની ઝલક આપી છે. આપણા દળો ખરેખર આપણું ગૌરવ છે!
અહીં કેટલીક વધુ ઝલક છે.”
The Republic Day parade offered a glimpse into the strengthening capabilities of India’s security forces. Our forces are truly our pride!
Here are some more glimpses. pic.twitter.com/Xaupm8SjKP
— Narendra Modi (@narendramodi) January 26, 2026
“આજે વહેલી સવારે કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું. પ્રજાસત્તાક દિવસની પરેડમાં જીવંત પ્રદર્શન અને ઝાંખીઓ સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી.”
A vivid display of India’s cultural mosaic unfolded at Kartavya Path earlier today. The Republic Day parade celebrated India’s cultural diversity, with vibrant performances and tableaux. pic.twitter.com/SmyTgiUJcp
— Narendra Modi (@narendramodi) January 26, 2026
SM/DK/GP/J