Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સમાં મહિલાઓની 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ હરિતા ભદ્રાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 200 મીટર સ્પર્ધામાં એક અદ્ભુત બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હરિતા ભદ્રાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરતી વખતે, તેમણે પોડિયમ પર એક લાયક સ્થાન સુરક્ષિત કરવા માટે આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે દોડ લગાવી હતી. શ્રી મોદીએ આ અદ્ભુત સિદ્ધિ પર તેમને અભિનંદન પાઠવ્યા હતા અને નોંધ્યું હતું કે ભારતને તેમના પર ગર્વ છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન ગેમ્સમાં મહિલાઓની 200 મીટરમાં હરિતા ભદ્રા માટે એક અદ્ભુત બ્રોન્ઝ! પોતાની એશિયન ગેમ્સની શરૂઆત કરતા, તેમણે પોડિયમ પર એક લાયક સ્થાન સુરક્ષિત કરવા માટે આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે દોડ લગાવી. આ અદ્ભુત સિદ્ધિ બદલ તેમને અભિનંદન. ભારતને તેમના પર ગર્વ છે: PM @narendramodi”

SM/NP/JD