Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ સૃષ્ટિ અરોરાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ સૃષ્ટિ અરોરાને અભિનંદન પાઠવ્યા હતા.

તેમની પ્રથમ એશિયન પેરા ગેમ્સમાં આ મેડલ એક અદ્ભુત શરૂઆત હોવાનું નોંધતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સૃષ્ટિ દેશને ગૌરવાન્વિત કરવાનું ચાલુ રાખશે, અને પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“પોતાની પ્રથમ એશિયન પેરા ગેમ્સમાં સ્પર્ધા કરતી વખતે, સૃષ્ટિ અરોરાએ વિમેન્સ 10m એર પિસ્તોલ SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ મેડલ એક અદ્ભુત શરૂઆત છે અને મને વિશ્વાસ છે કે સૃષ્ટિ દેશને ગૌરવાન્વિત કરવાનું ચાલુ રાખશે. અભિનંદન અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/NP/JD