Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રવીણ શર્માને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની શૉટ પુટ (ગોળા ફેંક) F11 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રવીણ શર્માને અભિનંદન પાઠવ્યા હતા.

આ સિદ્ધિ તેમના સાહસ, તૈયારી અને સમર્પણનું પ્રતિબિંબ હોવાનું નોંધતા, શ્રી મોદીએ આગામી પ્રયાસો માટે તેમને પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“મેન્સ શૉટ પુટ F11 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રવીણ શર્માને અભિનંદન. આ સિદ્ધિ તેમના સાહસ, તૈયારી અને સમર્પણનું પ્રતિબિંબ છે. આગામી પ્રયાસો માટે મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/NP/JD