Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ મનિષ નરવાલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા માટે પ્રભાવશાળી પ્રદર્શન કરવા બદલ મનિષ નરવાલને અભિનંદન પાઠવ્યા હતા.

તેઓ પોતાની એકાગ્રતા અને કટિબદ્ધતા દ્વારા પોતાની જાતને વિશિષ્ટ બનાવવાનું ચાલુ રાખે છે તેવું નોંધતા, શ્રી મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા અને આગામી પ્રયાસો માટે પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“મનિષ નરવાલે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 10m એર પિસ્તોલ SH1 સ્પર્ધામાં પ્રભાવશાળી સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મનિષ પોતાની એકાગ્રતા અને કટિબદ્ધતા દ્વારા પોતાની વિશિષ્ટ ઓળખ જાળવી રાખે છે. અભિનંદન અને આગામી પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/NP/JD