પીએમઇન્ડિયા
ટેલિકોમ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે. ટેલિકોમ માર્કેટમાં BSNLની હાજરી માર્કેટ બેલેન્સર તરીકે કામ કરે છે. BSNL ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓના વિસ્તરણ, સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને આપત્તિ રાહતમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
BSNLને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે BSNLના પુનરુત્થાન(રિવાઈવલ) પેકેજને રૂ. 1.64 લાખ કરોડની મંજૂરી આપી છે.
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પુનરુત્થાનનાં પગલાં BSNL સેવાઓને અપગ્રેડ કરવા, સ્પેક્ટ્રમ ફાળવવા, તેની બેલેન્સ શીટને ડિ-સ્ટ્રેસ કરવા અને ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (BBNL) ને BSNL સાથે મર્જ કરીને તેના ફાઇબર નેટવર્કને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ પગલાં સાથે, BSNL હાલની સેવાઓની ગુણવત્તામાં સુધારો કરી શકશે, 4G સેવાઓ શરૂ કરી શકશે અને નાણાકીય રીતે સક્ષમ બનશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ રિવાઇવલ પ્લાનના અમલીકરણ સાથે, BSNL નાણાકીય વર્ષ 2026-27માં ફરી વળશે અને નફો મેળવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]