Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે પૂર્વ સંરક્ષણમંત્રી અને ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહેલા સ્વ. શ્રી મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિના ચિહ્ન તરીકે, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોપા, ગોવાના ‘મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ – મોપા, ગોવા’ તરીકે નામકરણ કરવા માટે પૂર્વ પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સ્વ. શ્રી મનોહર પર્રિકર, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ચાર વખત ગોવાના મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોપા, ગોવાને ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ – મોપા, ગોવા‘ નામ આપવા માટે તત્કાલીન અનુમોદન આપ્યું છે.

ગોવા રાજ્યના લોકોની પ્રિય આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, ગોવાના માનનીય મુખ્યમંત્રીએ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોપા, ગોવાનું નામ બદલીને ‘મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ – મોપા ગોવા રાખવાના ગોવા રાજ્ય સરકારના કેબિનેટના સર્વાનુમતે નિર્ણયની જાણ કરી.

મોપા, ગોવાના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ડિસેમ્બર, 2022માં માનનીય પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક ગોવાના નિર્માણમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે આ એરપોર્ટનું નામ સ્વ. ડૉ. મનોહર પર્રિકર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના ભૂતપૂર્વ રક્ષા મંત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]