પીએમઇન્ડિયા
બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) એ EE BAFTA ફિલ્મ એવોર્ડ્સમાં ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં ‘બૂંગ‘ (Boong)ને વિજેતા તરીકે જાહેર કરી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ EE BAFTA ફિલ્મ એવોર્ડ્સમાં ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીતવા બદલ ફિલ્મ ‘BOONG’ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ કહ્યું કે આ સિદ્ધિ ખાસ કરીને મણિપુર માટે અપાર આનંદની ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ એવોર્ડ રાષ્ટ્રમાં રહેલી અપાર સર્જનાત્મક પ્રતિભા પર પણ પ્રકાશ પાડે છે.
ઉપરોક્ત જાહેરાત અંગે BAFTAની X પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું;
“આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન. આ ખરેખર અપાર આનંદની ક્ષણ છે, ખાસ કરીને મણિપુર માટે. તે આપણા રાષ્ટ્રમાં રહેલી અપાર સર્જનાત્મક પ્રતિભાને પણ રેખાંકિત કરે છે.”
Congratulations to all those associated with this film. This is indeed a moment of immense joy, especially for Manipur. It also highlights the immense creative talent in our nation. https://t.co/fd95WriuTG
— Narendra Modi (@narendramodi) February 23, 2026
SM/DK/GP/JD