Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેધરલેન્ડના મહારાણી મેક્સિમા પ્રધાનમંત્રીને મળ્યા


નેધરલેન્ડના મહારાણી મેક્સિમા, જેઓ યુએન સેક્રેટરી જનરલના નાણાકીય સ્વાસ્થ્ય માટેના વિશેષ એડવોકેટ પણ છે, તેમણે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

શ્રી મોદીએ ટિપ્પણી કરી, “અમે ચર્ચા કરી કે કેવી રીતે ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે”.

શ્રી મોદીએ વિશ્વભરના ભાગીદાર દેશો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નેધરલેન્ડના મહારાણી મેક્સિમાને મળીને આનંદ થયો, જેઓ યુએન સેક્રેટરી જનરલના નાણાકીય સ્વાસ્થ્ય માટેના વિશેષ એડવોકેટ અને નાણાકીય સમાવેશ માટે લાંબા સમયથી વૈશ્વિક અવાજ છે.

અમે ચર્ચા કરી કે કેવી રીતે ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે, જ્યારે ઈઝ ઓફ લિવિંગવધારી રહી છે અને મોટા પાયે લોકોને સશક્ત બનાવી રહી છે.

ભારત વિશ્વભરના ભાગીદાર દેશો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે પ્રતિબદ્ધ છે.

@UNSGSA

 

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]