Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ) માંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા (સહાય)ની જાહેરાત કરી.

PMO India હેન્ડલે X પરની પોસ્ટમાં જણાવ્યું:

“અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. મારી સંવેદના પ્રિયજનોને ગુમાવનારાઓ સાથે છે. હું ઘાયલોની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. PMNRF માંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”

SM/IJ/GP/JD