Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે ટેલિફોનિક વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતાર રાજ્યના અમીર હિઝ હાઇનેસ (H.H.) શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ કતારના ફાધર અમીર હિઝ હાઇનેસ (H.H.) શેખ હમાદ બિન ખલીફા અલ થાનીના નિધન પર પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.

આધુનિક કતારના મુખ્ય શિલ્પી તરીકે ફાધર અમીરના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરતા, પ્રધાનમંત્રીએ તેમના દૂરદર્શી નેતૃત્વને શ્રદ્ધાંજલિ આપી હતી, અને વર્ષોથી ભારત-કતાર સંબંધોને મજબૂત કરવામાં તેમની મુખ્ય ભૂમિકા તેમજ ભારત અને કતારમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યેના તેમના ઊંડા સ્નેહને યાદ કર્યો હતો.

કતારના અમીરે પ્રધાનમંત્રીના ફોન માટે તેમનો આભાર માન્યો હતો અને આ મુશ્કેલ ઘડીમાં સમર્થનના શબ્દો બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ ફાધર અમીરના વારસાને આગળ ધપાવવા અને ભારત-કતાર વ્યૂહાત્મક ભાગીદારી તેમજ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓ નજીકના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.

SM/IJ/JD