પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનો તેમની જન્મદિનની આત્મીય શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રગતિશીલ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે દેશ નવી ઊર્જા અને ઝડપી ગતિથી નિરંતર આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં માનનીય રાષ્ટ્રપતિનું માર્ગદર્શન અને પ્રેરણા અમૂલ્ય છે અને જનસેવા પ્રત્યેના પ્રયાસોને વધુ બળ આપે છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, આપની આત્મીય શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. પ્રગતિશીલ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે આપણે નવી ઊર્જા અને ઝડપી ગતિથી નિરંતર આગળ વધી રહ્યા છીએ.
રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં આપનું માર્ગદર્શન અને પ્રેરણા અમારા માટે અમૂલ્ય છે. આનાથી જનસેવાના અમારા પ્રયાસોને વધુ બળ મળે છે. જનભાગીદારી સાથે ભારતવર્ષના સમૃદ્ધ વારસા અને આધુનિક વિકાસના સંગમથી આપણે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છીએ.
@rashtrapatibhvn”
माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी, आपकी आत्मीय शुभकामनाओं के लिए बहुत-बहुत आभार। प्रगतिशील, समृद्ध, आत्मनिर्भर और विकसित भारत के निर्माण के संकल्प के साथ हम नई ऊर्जा और तेज गति से निरंतर आगे बढ़ रहे हैं।
राष्ट्र निर्माण की इस यात्रा में आपका मार्गदर्शन और प्रेरणा… https://t.co/E0mZHWFiSt
— Narendra Modi (@narendramodi) September 17, 2026
SM/IJ/JD