Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગપુરમાં ખેડૂતો સાથે દિવાળી ઉજવવાના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પગલાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહારી સાવંગા ગામ, નરખેડ, નાગપુરમાં ખેડૂતો સાથે દિવાળી વિતાવવાના અને અરુણાબાઈ તથા રામભાઉ બાલપંડેના નિવાસસ્થાને રોકાવાના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના પગલાની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ હૃદયસ્પર્શી પગલું મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર જે સંવેદનશીલતાની ભાવના સાથે ખેડૂતો માટે કામ કરી રહી છે અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરી રહી છે તેને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની લોહારી સવાંગા ગામ (નરખેડ, નાગપુર)ની ખેડૂતો સાથે દિવાળી ઉજવવા અને અરુણાબાઈ અને રામભાઉ બાલપાંડેના ઘરે રોકાણ કરવાની મુલાકાત ખૂબ જ હૃદયસ્પર્શી છે. આ મહારાષ્ટ્રમાં NDA સરકાર ખેડૂતો માટે કેટલી કરુણાથી કામ કરી રહી છે અને તેમના કલ્યાણની ખાતરી કરી રહી છે તે દર્શાવે છે.

महाराष्ट्राचे मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस जी यांनी लोहारी सावंगा गावात (नरखेड, नागपूर) शेतकऱ्यांसोबत दिवाळी साजरी केली आणि त्यांनी अरुणाबाई आणि रामभाऊ बालपांडे यांच्या घरी मुक्काम ही केला, ही त्यांची कृती मनाला स्पर्श करणारी आहे. महाराष्ट्रातील एनडीए सरकार शेतकऱ्यांसाठी संवेदनशीलतेने कार्य करत आहे आणि त्यांच्या कल्याणासाठी प्रयत्नशील आहे, हे या कृतीतून अधोरेखित होते.”

 

SM/JY/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]