પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પવિત્ર અવસરે તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રકાશનો આ તહેવાર સમગ્ર દેશને રોશન કરે છે અને અંધકાર પર વિજય મેળવવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તેમણે કામના કરી હતી કે આ તહેવાર અને આવનારો સમય દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળી ઉજવે છે અને અગાઉના વર્ષોની જેમ, તેઓ દેશના વીર જવાનો સાથે તહેવાર ઉજવવાની પરંપરા ચાલુ રાખશે.
દિવાળીની શુભકામનાઓનો એક વીડિયો સંદેશ શેર કરતા પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“હેપી દિવાળી!”
Have a great Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026
SM/IJ/JD
Have a great Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026