Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટેન (Rob Jetten) સાથે વાત કરી હતી. “અમે ભારત-નેધરલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી. સેમિકન્ડક્ટર્સ, મેગા વોટર પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન અને ટેલેન્ટ મોબિલિટી (પ્રતિભા ગતિશીલતા) જેવા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. શ્રી મોદીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-નેધરલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.

સેમિકન્ડક્ટર્સ, મેગા વોટર પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન અને ટેલેન્ટ મોબિલિટી જેવા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીની સંભાવનાઓ પર ભાર મૂક્યો.

પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો.”

@MinPres

SM/NP/JD