પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુને જાપાન ઓપન 2026 નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે, જે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પીવી સિંધુનો દ્રઢ સંકલ્પ અને અસાધારણ કૌશલ્ય સંપૂર્ણ રીતે જોવા મળ્યા હતા અને તેઓ દેશભરના અસંખ્ય યુવા એથ્લેટ્સને રમવા અને ચમકવા માટે પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ!
જાપાન ઓપન 2026 માં વિજયી બનવા બદલ પીવી સિંધુને ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમનો દ્રઢ સંકલ્પ અને અસાધારણ કૌશલ્ય સંપૂર્ણ રીતે જોવા મળ્યા હતા. તેઓ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય છે તે હકીકત આ સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે. તે દેશભરના અસંખ્ય યુવા એથ્લેટ્સને રમવા અને ચમકવા માટે પ્રેરણા આપશે.
@Pvsindhu1″
A historic feat for Indian badminton!
Congratulations to PV Sindhu for emerging victorious in the Japan Open 2026. Her determination and exceptional skills were on full display throughout the tournament. The fact that she is the first Indian to win this title makes this…
— Narendra Modi (@narendramodi) July 19, 2026
SM/NP/JD