Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ગુજરાતી સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત ગુજરાતી સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના પિતા અવિનાશ વ્યાસના સમૃદ્ધ સંગીત વારસાને આગળ ધપાવતા, શ્રી ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતની દુનિયામાં એક અલગ છાપ છોડી છે. તેમણે કહ્યું કે તેમના નિધનથી ગુજરાતે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યા છે અને ગુજરાતી સંગીતમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.

પ્રધાનમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના અનેક ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

‘X’ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

“ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.

પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી સંગીતક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…

ૐ શાંતિ…!!”

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]