Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) તથા સામાજિક સુરક્ષા કરાર પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા ભારત-યુનાઇટેડ કિંગડમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) તથા સામાજિક સુરક્ષા કરાર પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, તેમણે આ બંને કરારને ભારત-યુકે ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ બંને કરારો ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક જોડાણોને વધુ ગાઢ બનાવશે અને બંને દેશોની સહિયારી આકાંક્ષાને તેમના લોકો માટે પ્રત્યક્ષ તકોમાં પરિવર્તિત કરશે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે CETA વિવિધ ગતિશીલ ક્ષેત્રોમાં યુકેના બજાર સુધી પહોંચનો વિસ્તાર કરીને ભારતના ખેડૂતો, સાહસિકો અને MSMEને નવો વેગ આપશે. તેમણે ઉમેર્યું હતું કે સામાજિક સુરક્ષા અંગેની સમજૂતી યુનાઇટેડ કિંગડમમાં અસ્થાયી ધોરણે કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને અમૂલ્ય સહયોગ પૂરો પાડશે અને ભારતીય સાહસોની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:ભારત-યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે! વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી તથા સામાજિક સુરક્ષા અંગેની સમજૂતી અમલમાં આવવાની સાથે, આપણા આર્થિક જોડાણો વધુ મજબૂત થવા જઈ રહ્યા છે. સાથે મળીને, આ કરારો આપણી સહિયારી આકાંક્ષાને આપણા લોકો માટે પ્રત્યક્ષ તકોમાં પરિવર્તિત કરે છે. CETA આપણા ખેડૂતો, સાહસિકો અને MSMEને નવો વેગ આપશે. કેટલાક ગતિશીલ ક્ષેત્રો યુકેના બજારમાં વધુ મજબૂત પહોંચ મેળવશે. તે કુશળ ભારતીય પ્રતિભાઓ માટે વધુ ગતિશીલતાને સમર્થન આપવાની સાથે ટેકનોલોજી, વ્યાવસાયિક સેવાઓ અને નવીનતામાં સહયોગને પણ મજબૂત બનાવશે. સામાજિક સુરક્ષા કરાર યુકેમાં અસ્થાયી ધોરણે કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને અમૂલ્ય સહયોગ પૂરો પાડશે અને ભારતીય સાહસોની સ્પર્ધાત્મકતાને મજબૂત કરશે. આ ક્ષણ આપણી લોકશાહીઓ વચ્ચેના વિશ્વાસ અને વેપાર, ટેકનોલોજી, રોકાણ તથા ઇનોવેશન દ્વારા સંચાલિત ભવિષ્યલક્ષી ભાગીદારી બનાવવાની આપણી દ્રઢતાને પ્રતિબિંબિત કરે છે. ભારત અને યુકે સહિયારી સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.” #IndiaUKFTA

 

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]