Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુવાનોને એકસાથે મળીને કામ કરવા, ભારત માટે કામ કરવા આહ્વાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગાળો આપવાથી ક્યારેય કોઈ વાતનું નિવારણ આવતું નથી અને ગુમરાહ થયેલાઓને સાચો રાહ ચીંધવા આહ્વાન કર્યું છે.

જંતર-મંતર ઘટનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ અને દુનિયાએ તેમની અને તેમના સ્વર્ગસ્થ માતા વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા જોઈ છે. તેમણે કહ્યું કે જ્યારે સમાજમાં આવા વર્તનથી ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, ત્યારે બાળપણ પણ એક એવો સમય છે જ્યારે ભૂલો થાય છે અને શીખવા અને સુધારણાની તકો ઊભી થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા ગુમરાહ થયેલા બાળકોને સજા કરવા, તેમને અદાલતોમાં ઘસડી જવા અથવા તેમનું સામાજિક ઉત્પીડન કરવાને બદલે, આપણે તેમને અપનાવવા જોઈએ અને તેમને સાચો રસ્તો બતાવવો જોઈએ. તેમણે કહ્યું કે તેઓ તેમને માફ કરવા માંગે છે અને સમાજને આ ભાવનાનો સ્વીકાર કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ યુવાનોને દેશ માટે એકસાથે આગળ વધવા, ભૂલોમાંથી શીખવા અને તેમના સપના પૂરા કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને દરેક યુવાન પણ જીવનમાં આગળ વધે તેવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ દરેકને ભારત માટે એકસાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો હતો.

યુવાનોને સાચા માર્ગે દોરવા અંગેનો એક વિડિયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું;

“ગાળો આપવાથી ક્યારેય કોઈ વાતનું નિવારણ આવતું નથી. ચાલો ગુમરાહ થયેલાઓને સાચો રાહ ચીંધીએ. ચાલો એકસાથે મળીને કામ કરીએ. ચાલો ભારત માટે કામ કરીએ.”

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]