Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકસભામાં પોતાના સંબોધનના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધનના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા છે.

‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું;

“આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને રાષ્ટ્ર નિર્માણમાં આપણી અડધી વસ્તીને સામેલ કરવાની તક મળી છે. આપણી મહિલા શક્તિ રાષ્ટ્રીય નીતિનિર્માણનો ભાગ બને તે સમયની માંગ છે.”

“છેલ્લા 25-30 વર્ષોમાં લાખો મહિલાઓ પાયાના સ્તરે નેતાઓ અને ઓપિનિયન મેકર બની છે. તેથી જેઓ હવે તેમનો વિરોધ કરે છે તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે.”

“દેશની નારી શક્તિ માટે અનામત એ રાષ્ટ્રીય હિતમાં લેવાયેલો નિર્ણય છે, જેમાં માતાઓ, બહેનો અને દીકરીઓ આપણા ઇરાદાઓનું મૂલ્યાંકન કરશે. તેથી, તેને રાજકારણના ત્રાજવા પર ન તોળો.”

“અમે એવા ભ્રમમાં નથી કે અમે આ દેશની મહિલાઓને કંઈક આપી રહ્યા છીએ; બલ્કે, આ તેમનો અધિકાર છે. અમારો હેતુ શ્રેય લેવાનો નથી, પરંતુ મહિલાઓને વધુ સશક્ત બનાવવાનો છે.”

“આપણા દેશમાં અનુભવી મહિલાઓની કોઈ કમી નથી. અમને વિશ્વાસ છે કે તેઓ ગૃહ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે.”

 

SM/IJ/GP/JT