Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાંજલિ આપતા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે દેશને ગુલામીની સાંકળોથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વીર સાવરકરજીનું વ્યક્તિત્વ અને કાર્ય દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમણે દેશને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું વ્યક્તિત્વ અને સિદ્ધિઓ દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com