Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હરિયાણાના જીંદમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી

પ્રધાનમંત્રીએ હરિયાણાના જીંદમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ઊંડો આનંદ વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ શક્તિપીઠ માતા જયંતીના વિશિષ્ટ આશીર્વાદ ધરાવતા આ પ્રદેશના સમૃદ્ધ ઐતિહાસિક, લડાયક અને આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો હતો.

એક્સ (X) પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં ઝલક શેર કરતા, શ્રી મોદીએ જણાવ્યું હતું:

ભારતે ગ્રીન મોબિલિટી તરફ એક મોટી છલાંગ લગાવી છે!

જીંદમાં, જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી.

આ અસાધારણ સિદ્ધિ ભારતીય રેલવેની ટીમની કુશળતા અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તે આત્મનિર્ભર ભારતનું એક ગર્વ અનુભવવા જેવું પ્રતીક છે અને સ્વચ્છ, ભવિષ્ય માટે તૈયાર પરિવહન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે.

 

હરિયાણાના જીંદમાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવીને ગૌરવ અનુભવું છું. સ્વચ્છ, હરિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં આ એક મોટી સિદ્ધિ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી આ ટ્રેન માત્ર ભારતની તકનીકી ક્ષમતાનું પ્રતીક નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ એક ઉદાહરણ છે.

 

જીંદના વિકાસ કાર્યક્રમમાં હરિયાણાના મારા પરિવારજનોનો ઉત્સાહ નવી ઊર્જાથી ભરી દેનારો હતો.

 

જીંદ અને સોનીપત વચ્ચે શરૂ થયેલી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન 21મી સદીની ટેકનોલોજીની દિશામાં ભારતનું એક મોટું કદમ છે. આ ટ્રેનની ક્ષમતા વિશે સાંભળીને દરેક દેશવાસીને ખૂબ જ ગર્વ થશે!

 

આજે જો 2014 પહેલાની સ્થિતિ હોત તો વૈશ્વિક તેલ કટોકટીથી ભારતની રેલ વ્યવસ્થા ઠપ થઈ ગઈ હોત. પરંતુ અમારી સરકાર ઘણું પહેલા વિચારે પણ છે અને સમસ્યાનું સમાધાન જમીન પર પણ ઉતારે છે, જેના ઉત્કૃષ્ટ પરિણામો દેશ જોઈ રહ્યો છે.

 

હરિયાણાની ડબલ એન્જિન સરકાર સ્પોર્ટ્સ (રમતગમત) માં પણ અહીંના દીકરા-દીકરીઓને દરેક સુવિધા આપી રહી છે. આવનારી મહત્વપૂર્ણ સ્પર્ધાઓ માટે રાજ્યના યુવા સાથીઓને મારી આ વિશેષ વિનંતી…

 

SM/NP/JD