Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના તેલ અવીવ ખાતે આગમન પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાજકીય મુલાકાતે ઇઝરાયેલ પહોંચ્યા હતા. એક વિશેષ સંકેત તરીકે, તેલ અવીવમાં એરપોર્ટ પર આગમન પર, તેમનું ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની શ્રીમતી સારા નેતન્યાહુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું ઔપચારિક સ્વાગત (ceremonial welcome) કરવામાં આવ્યું હતું.

આગમન સમારોહ બાદ, બંને પ્રધાનમંત્રીઓએ ટૂંકી વન-ઓન-વન બેઠક યોજી હતી. હોટલ ખાતે ભારતીય સમુદાયના સભ્યો અને યહૂદી ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સમારોહ ભારતીય અને ઇઝરાયેલી કલાકારો દ્વારા જીવંત સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા બંને દેશોની અવિનાશી મિત્રતાનું પ્રતિબિંબ જોવા મળ્યું.

SM/DK/JD