પીએમઇન્ડિયા
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી માઈકલ,
મીડિયાના સદસ્યો,
ખાસ મિત્રનું ઘરમાં સ્વાગત કરતાં ખૂબ આનંદ થાય છે, અને રાષ્ટ્રપતિ શ્રી માઈકલ નિશ્ચિતપણે એક ખાસ મિત્ર છે.
આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ માઈકલ દ્વારા અતિથિ સત્કાર બાદ આજે તેમની યજમાની કરીને મને ખૂબ આનંદનો અનુભવ થઈ રહ્યો છે.
તેમણે તેમના રાષ્ટ્રનું નિર્માણ મહાન પરિકલ્પના સાથે કર્યું છે. ખાસ કરીને નાના દ્વિપીય દેશો માટે વૈશ્વિકસ્તર પર જળ વાયુ પરિવર્તનના વિષયમાં તેઓ મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરે છે.
મહામહિમ જે રીતે અમે આપના દેશની સુંદરતાની પ્રસંશા કરીએ છીએ, એ જ રીતે અમે આપના દેશની પ્રગતિની પણ સરાહના કરીએ છીએ.
મેં જે સેશેલ્સમાં કહ્યું હતું તે ફરી એકવાર કહેવા માંગુ છું – આપના દેશે એ બતાવી દીધું છે કે ઉપલબ્ધિઓના સ્તરને કદની કોઈ સીમા નડતી નથી.
રાષ્ટ્રપતિ શ્રી માઈકલ આપણા સંબંધોમાં પ્રગતિ માટે પણ જવાબદાર છે અને અમે તેને ખૂબ મહત્વ આપીએ છીએ કેમ કે, સેશેલ્સ ભારતનું એક મહત્વપૂર્ણ રણનીતિક સહયોગી છે.
જે પ્રકારે આપણા હિતોની સીમા વિશાળ છે, એ જ પ્રકારે આપણા સંબંધો – આપણી પરસ્પર માન્યતાઓ, પોતીકાપણું, પરસ્પર સન્માન અને વિશ્વાસ તથા સમાનતાની ભાગીદારીની આધારશિલા પણ ખૂબ ઉંડી છે. મને આનંદ છે કે માર્ચમાં મારી સકારાત્મક યાત્રા દરમિયાન લેવાયેલા નિર્ણયો પર અમે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ શ્રી માઈકલની યાત્રાથી આપણા સંબંધોને વધુ ગતિ મળી છે.
આપણા વચ્ચે વિશેષ રૂપથી, હિન્દ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા માટે શ્રેષ્ઠ સુરક્ષા સહયોગ છે. અમે દેખરેખ ક્ષમતા મજબૂત કરવા માટે વિમાન, નૌસેના જહાજ, અને તટવર્તીય રડાર પદ્ધતિ પ્રદાન કરવામાં ભાગીદારના રૂપમાં સન્માન અનુભવીએ છીએ. જલાલેખ સર્વેક્ષણમાં આપણો સહયોગ વ્યાપક બન્યો છે અને વધી રહ્યો છે, મેં જણાવ્યું છે કે ભારત વધુ એક અવરોધ તટરક્ષક સેના નૌકા સેશેલ્સને ભેટ આપશે.
માર્ચમાં મેં ઘોષણા કરી હતી કે આપણે સેશેલ્સને બીજું ડોર્નીયર વિમાન ઉપહારમાં આપીશું. મને આનંદ છે કે અમે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી દીધી છે અને આજે સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિ અને હું સમુદ્રી અથવા વાદળી અર્થવ્યવસ્થા પર ભાર મૂકીએ છીએ. મારો અને તેમનો વિશ્વાસ છે કે આપણે નાના દ્વિપીય દેશોને વિશાળ સંભાવનાઓથી ભરેલા મોટા મહાસાગર રાષ્ટ્રોના રૂપમાં જોવા જોઈએ.
અમને આનંદ છે કે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવાના નિર્ણયમાં મહાસાગર અને સમુદ્રી સંસાધનોના સતત ઉપયોગને એક સ્પષ્ટ અવયવ દર્શાવાયું છે.
વાદળી અર્થવ્યવસ્થા પર સહયોગ માટે આપણી દ્વિપક્ષીય સમજૂતી આપણા સંબંધોને આગળ વધારવા અને ક્ષેત્રમાં સતત સમુદ્રી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં એક મોટું પગલું છે.
આપણે ભૂ – તેમજ સમુદ્રી સંસાધનોના પ્રબંધન, મત્સ્ય પાલન પરામર્શ, મોસમની ભવિષ્યવાણી અને આપદા પ્રબંધન સહિત અંતરિક્ષના ક્ષેત્રોમાં પણ સહયોગ કરવા ઈચ્છીએ છીએ.
અમે સેશેલ્સમાં માન્યતા પ્રાપ્ત દ્વિપ પર બુનિયાદી માળખા વિકાસ માટે તૈયારી કરી દીધી છે.
અમે માર્ચમાં સંપર્ક બહેતર બનાવવા માટે વાત કરી હતી. આજે વાયુ સેવા સમજૂતિથી બંને દેશો વચ્ચે વધુ અને સુગમ સંપર્ક થઈ શકશે.
જળવાયુ પરિવર્તન એક મોટો વૈશ્વિક પડકાર છે. તે સેશેલ્સ જેવા દ્વિપીય દેશો માટે ગંભીર ખતરો છે. 7500 કિ.મી.ની તટરેખા અને લગભગ 1300 દ્વિપોવાળા ભારતની પણ આજ ચિંતા છે.
વધુ ચિરસ્થાયી ભવિષ્ય માટે બંને દેશોની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજનાઓ છે. અમે આ વર્ષના અંતમાં પેરિસમાં સીઓપી-21માં જળવાયુ પરિવર્તન પર સર્વગ્રાહિ, સંતુલિત અને અસરકારક પરિણામ માટે પણ મળીને કાર્ય કરીશું.
મેં આ વખતે સંયુક્ત રાષ્ટ્રના 70મા સ્થાપના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સહિત તેમાં સુધાર પર ભાર મૂક્યો છે.
અમે વિસ્તારીત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે ભારતની ઉમેદવારી પર સેશેલ્સના સમર્થનની સરાહના કરીએ છીએ.
મેં, ‘સમોઆ પાથવે’ની પરિકલ્પનાને સાકાર કરવા માટે નાના દ્વીપ વિકાસશીલ રાષ્ટ્રો સાથે કામ કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજાને મજબૂતી આપવાની અમારી ઈચ્છા વિશે પણ જણાવ્યું.
ઓક્ટોબરમાં યોજાનારી 3જી ભારત – આફ્રિકા ફોરમ સમિટ માટે તેમના સમર્થન માટે હું રાષ્ટ્રપતિ શ્રી માઈકલનો આભાર માનું છું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ખૂબ મોટી સફળતા બનાવવામાં સક્રીય સમર્થન માટે પણ હું સેશેલ્સનો આભાર વ્યક્ત કરું છું.
મહામહિમ, આપણે અલગ અલગ આકારના બે રાષ્ટ્રો છીએ. પરંતુ આપણા સંબંધ આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું એક શ્રેષ્ઠ મોડલ છે. આ વિશેષ અને અનોખો સંબંધ હંમેશા આપણા હિતોના કેન્દ્રમાં રહેશે.
મને વિશ્વાસ છે કે, આપણા સંબંધો માટે આ વર્ષ સિમાચિન્હરૂપ સાબિત થશે. જ્યાંથી આપણી રણનીતિક ભાગીદારી નવા સ્તરે પહોંચશે.
ખૂબ ખૂબ ધન્યવાદ.
J.Khunt/GP
It is always a great pleasure to welcome home a special friend, which President Michel certainly is: PM https://t.co/acgKld2NsC
— PMO India (@PMOIndia) August 26, 2015
Let me repeat what I said in Seychelles: Your country shows that size is no barrier to the scale of achievements: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 26, 2015
Seychelles is a key strategic partner for India: PM @narendramodi https://t.co/acgKld2NsC
— PMO India (@PMOIndia) August 26, 2015
We have excellent security cooperation, especially for maritime security in Indian Ocean Region: PM @narendramodi https://t.co/acgKld2NsC
— PMO India (@PMOIndia) August 26, 2015
The Air Services Agreement today will enable more and easier connections between the two countries: PM https://t.co/acgKld2NsC
— PMO India (@PMOIndia) August 26, 2015
We greatly appreciate Seychelles’ support for India’s candidature for permanent membership of expanded United Nations Security Council: PM
— PMO India (@PMOIndia) August 26, 2015
I am confident that this milestone year for our relationship will be the springboard for taking our strategic partnership to a new level: PM
— PMO India (@PMOIndia) August 26, 2015
Met President Michel. Had productive talks on India-Seychelles ties. pic.twitter.com/e6uZB4uor5
— Narendra Modi (@narendramodi) August 26, 2015
India & Seychelles are working together in key areas like infra, climate change, trade. This will benefit us greatly. http://t.co/1eYL4N3KIm
— NarendraModi(@narendramodi) August 26, 2015