પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કોલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ સંબંધોમાં સતત રહેલી ગતિશીલતાનું સ્વાગત કર્યું હતું અને બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
નેતાઓએ પશ્ચિમ એશિયાના તાજેતરના વિકાસ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની તાકીદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ આગળ વધવાના માર્ગ તરીકે સંવાદ અને મુત્સદ્દીગીરી માટેના ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.
SM/JD